રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત1 ડિસેમ્બર, 2025| Super Admin

બ્લેક ફિલ્મવાળા કાચ, નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે કાર્યવાહી


મહેસાણા પોલીસે નિયમ તોડનારાઓને કાયદાનું ભાન કરાવ્યું

(જી.એન.એસ),તા.૦૧

મહેસાણા

મહેસાણા જિલ્લામા શંકાસ્પદ પરિવહન કરતા વાહનો મામલે લોકોમાં ભારે ભય સતાવતો હતો. ત્યારે આ મામલે અહેવાલ બાદ મહેસાણા જિલ્લામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.પોલીસે વિવિધ જગ્યાએથી નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ વાળા વાહનચાલકોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક નબીરાઓ વાહનોના કાળા કાચ અને નંબર પ્લેટ લગાવ્યા વિના જ ફરતા હોવાની બુમરાડ પ્રજાજનોમાં ઉઠી હતી. નબીરાઓની આ પ્રવૃત્તિને તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવતા તે ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર નિયમનો ભંગ કરવા પૂરતી સીમિત ન રહેતા રસ્તામાં કે જાહેર સ્થળોએ સામાન્ય નાગરિકો પર રોફ જમાવવા કે જોખમી ડ્રાઈવિંગ કરી અન્ય વાહન ચાલકોની પજવણી કરવા સુધી પહોંચી હતી. જોકે તાજેતરમાં આ અંગેની વિગતોનો અહેવાલ પ્રકાશિત થતા મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ ગંભીરતા દાખવી હોય તેમ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં કાળા કાચ લગાવેલ અને નંબર પ્લેટ વગરના વાહનો લઈ ફરતા નબીરાઓને પોલીસે પકડી પકડી કાર્યવાહી કરતા તેમનો રોફ ઉતારી કાયદાનું ભાન કરાવ્યું હતું.



Source link

સંબંધિત સમાચાર