રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત27 નવેમ્બર, 2025| Super Admin

10 વર્ષમાં ગુજરાતને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવાનો પ્લાન


કોમનવેલ્થ પછી ઓલિમ્પિક યોજવા અમદાવાદ, ગાંધીનગરનાં 22 સ્થળનો સર્વે થયો

(જી.એન.એસ),તા.૨૭

અમદાવાદ

14 ઓક્ટોબર, 2023નો દિવસ હતો. મુંબઈમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું 141મું સેશન ચાલી રહ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી બોલવા માટે ઊભા થયા, સામે દેશ-વિદેશના ખેલાડીઓ અને ઓલિમ્પિકનું પ્રતિનિધિત્વ કરી રહેલા લોકો બેઠા હતા. ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ એક એવી વાત કહી, જે સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો. તેમણે કહેલી વાત ભારત જ નહીં, વિદેશી મીડિયામાં પણ હેડલાઇન બની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, હું તમારી સામે આજે 140 કરોડ ભારતીયોની ભાવના વ્યક્ત કરવા ઇચ્છું છું. ભારત પોતાની ધરતી પર ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ઘણો ઉત્સાહિત છે. વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિકનું સફળ આયોજન થાય એ માટે ભારત પોતાના પ્રયાસોમાં કોઈ ઊણપ નહીં રાખે. આ 140 કરોડ ભારતીયોનું વર્ષો જૂનું સપનું છે. આ સપનાને અમે તમારા લોકોના સહયોગથી પૂરું કરવા ઇચ્છીએ છીએ. આ સબોધનના 2 વર્ષ બાદ અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજવાનો નિર્ણય લેવાઈ ગયો છે. અમદાવાદને યજમાનીનો અવસર મળવો એ મોટી સફળતા માનવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત અને ભારત સરકાર માટે આ નિર્ણય કોઈ ફિલ્મના ટ્રેલર સમાન છે, કારણ કે મૂળ ઉદ્દેશ કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કરીને 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવાનો છે.

મુંબઈમાં ઓલિમ્પિકની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ 15 ઓગસ્ટ, 2024ના રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવાની વાત કહી હતી, એટલે ભારત ઓલિમ્પિકના આયોજનને લઈને ખૂબ ગંભીર છે એ વાત પર મહોર લાગી ગઈ. એમાં પણ ઓલિમ્પિકના વેન્યૂ તરીકે અમદાવાદ હોટ ફેવરિટ છે. અમદાવાદમાં ઓલિમ્પિક લાવવા માટે ભારત સરકાર પુરજોશમાં તૈયારી કરી રહી છે. ગુજરાતમાં ઓલિમ્પિક લાવવા માટે એને લાગતું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ઊભું થઈ રહ્યું છે, જોકે એ પહેલાં ભારત આયોજન માટે સક્ષમ છે કે નહીં એ સાબિત કરવું પડશે. એ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કક્ષાની રમતોનું સતત આયોજન થઈ રહ્યું છે, જેમાં હવે સૌની નજર અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પર રહેશે, કારણ કે UK, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ત્રણ એવા દેશ છે, જેમણે ભૂતકાળમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરીને પોતાની સક્ષમતા દેખાડી અને ઓલિમ્પિકની યજમાની પણ કરેલી છે. ઓલિમ્પિક ગેમ્સ એ અમુક ચોક્કસ દેશ, ખંડ કે રમતો પૂરતી સીમિત નથી. વિશ્વના મોટા ભાગના દેશો ઓલિમ્પિકની રમતોમાં ભાગ લે છે, પરંતુ કોમનવેલ્થ ગેમ્સ એ જ દેશો રમી શકે છે, જે પહેલાં અથવા આજે પણ બ્રિટિશ કોલોનીનો ભાગ હોય.



Source link

સંબંધિત સમાચાર