રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય23 નવેમ્બર, 2025| Super Admin

સુરતમાં ફિઝિયોથેરાપી ડૉક્ટરની આત્મહત્યાની ઘટનામાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો


(જી.એન.એસ) તા. ૨૩

સુરત,

થોડા દિવસ અગાઉ શહેરના સરથાણા વિસ્તારમાં શુક્રવારે બનેલી ફિઝિયોથેરાપી ડૉક્ટર રાધિકા કોટડીયાની આત્મહત્યાની ઘટનામાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક ડૉક્ટર અને તેમના મંગેતર વચ્ચેની વોટ્સએપ ચેટ સામે આવી છે, જે આત્મહત્યા પાછળના કારણો તરફ ઈશારો કરી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ડૉ. રાધિકા અને તેમના મંગેતર કિશન વચ્ચેની વોટ્સએપ ચેટ મળી આવી છે. આ ચેટમાં રાધિકાએ કિશનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય.

પ્રાથમિક તપાસ અને ચેટ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મંગેતર કિશન દ્વારા નાની-નાની વાતોમાં પણ પરિવારજનોને જાણ કરવામાં આવતી હતી, જેને કારણે રાધિકા સતત તણાવ અનુભવી રહી હતી. બંને વચ્ચે આવી નાની બાબતોને લઈને અવારનવાર ઝઘડા પણ થતા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની સઘન તપાસમાં એક હચમચાવી દેનારી વિગત પણ બહાર આવી છે. 28 વર્ષીય ડૉ. રાધિકાએ બિલ્ડિંગના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી તે પહેલાં એક કાફેમાં બેસીને ઝેરી દવાનું સેવન કર્યું હતું. જોકે, શરીરમાં ઝેરની પૂરેપૂરી અસર થાય તે પહેલાં જ તેણે નવમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃત્યુનું સચોટ કારણ અને ઝેરની માત્રા જાણવા માટે ડૉક્ટરના વિસેરાના સેમ્પલ લેવામાં આવ્યા છે.

ડૉ. રાધિકાના લગ્ન આગામી 19 ફેબ્રુઆરીના રોજ મંગેતર કિશન સાથે થવાના હતા. લગ્નની તૈયારીઓ વચ્ચે જ શુક્રવારે (21 નવેમ્બર) સરથાણા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ બંને પરિવારોમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

આ કેસમાં હાલ પોલીસે ડૉ. રાધિકાના મોબાઈલ ડેટા અને વોટ્સએપ ચેટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મૃતકના પરિવારજનો અને મંગેતર કિશનની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.



Source link

સંબંધિત સમાચાર