રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય7 ઑક્ટોબર, 2025| Super Admin

પશ્ચિમ બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુ ઈજાગ્રસ્ત


(જી.એન.એસ) તા. 6

કોલકાતા,

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર મોટી ચોંકાવનારી ઘટના બની હતી જેમાં, નાગરકાટા વિસ્તારમાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે પહોંચેલા ભાજપ ધારાસભ્ય શંકર ઘોષ અને સાંસદ ખગેન મૂર્મુ પર સ્થાનિકોએ હુમલો કરી દીધો હતો. હુમલામાં ભાજપ નેતાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.  મામલો કંઇક એમ છે કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ ભાજપનું પ્રતિનિધિમંડળ પ.બંગાળની મુલાકાતે પહોંચ્યું હતું. ત્યારે આ પથ્થરમારાની ઘટના બની હતી. 

આ ઘટના મામલે ભાજપે રાજ્યની સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આ પથ્થરમારાનો આરોપ લગાવ્યો છે, કહ્યું કે, કામગીરી કરનારા ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપ નેતા અમિત માલવિયાએ આ હુમલાની ટીકા કરતાં ટીએમસી પર આરોપ મૂક્યો હતો કે, નાગરકાટાના પૂર પ્રભાવિત વિસ્તારોની મદદે જઈ રહેલા ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો હતો. ટીએમસી અને રાજ્યનું વહીવટી તંત્ર આ હુમલા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. મમતા બેનરજી કોલકાતા કાર્નિવલમાં ડાન્સ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો વાસ્તવમાં લોકોની મદદ કરવા ગયા હતાં, તેમના પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો.



Source link

સંબંધિત સમાચાર