રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત5 ઑક્ટોબર, 2025| Super Admin

આજે ગુજરાત તરફ ફંટાશે ‘શક્તિ’ વાવાઝોડું; અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર


માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના, દીવ-વેરાવળના દરિયામાં કરંટ

(જી.એન.એસ) તા. ૫

ગાંધીનગર,

અરબ સાગરમાં સક્રિય થયુ છે. જેમાં વાવાઝોડાને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમાં LCS 3 ઉત્તરમાં અને DW2 દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણ કલાકની પ્રતિ ઝડપે શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ઓમાનથી 220 KM દૂર શક્તિ વાવાઝોડું છે. ત્યારે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. ત્યારે દિવના દરિયામાં શક્તિ વાવાઝોડાની અસર દેખાઈ છે. દીવ અને ગીરસોમનાથના દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા છે. માછીમારોને આજે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તથા વેરાવળ બંદર પર પણ ત્રણ નંબરનું સિગ્નલ અપાયું છે તેમજ માછીમારોને બોટ લઈ બંદર પર પરત ફરવા આદેશ છે.

મહત્વનું છે કે, ‘શક્તિ’ ચક્રવાત ગુજરાત આવતા નબળું પડ્યુ છે. શક્તિ ચક્રવાત ગતિમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 6 કલાક દરમિયાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યુ છે. નલિયા અને દેવભૂમિ દ્વારકાથી શક્તિ વાવાઝોડું 820 કિમી દૂર છે. તથા ઓમાનના હદથી 220 કિમી શક્તિ વાવાઝોડું દૂર છે. આવતીકાલ સવાર સુધી તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે. તથા ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે.

હવામાન વિભાગ મુજબ, ‘શક્તિ’ વાવાઝોડાની અસરને લઈને આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. 8 ઑક્ટોબરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી સારો એવો વરસાદથી સંભાવના છે. 

ભારતીય હવામાન વિભાગ મુજબ, અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું ‘શક્તિ’ની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વર્તાઈ શકે છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે IMDએ માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. જેમાં ગીર સોમનાથના વેરાવળ, દેવભૂમિ દ્વારકા, દીવ સહિતના દરિયામાં ભારે પવન સાથે મોજાં ઉછળી રહ્યા છે.



Source link

સંબંધિત સમાચાર