રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત23 સપ્ટેમ્બર, 2025| Super Admin

ધારીના દૂધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ


(જી.એન.એસ) તા. 23

અમરેલી,

અમરેલીના સીનીયર કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ધારીના દૂધાળા નજીક બની હતી, જ્યારે પ્રતાપ દૂધાત ગીર સોમનાથમાં ‘સરદાર સન્માન યાત્રા’માંથી પરત ફરી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, પ્રતાપ દૂધાત ત્રણ કારના કાફલા સાથે સોમનાથથી અમરેલી પરત આવી રહ્યા હતા. ત્યારે ધારીના દૂધાળા ગામ નજીક અજાણ્યા શખ્સોના ટોળાએ તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો અને હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. જોકે, કારના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને ગાડીઓ ભગાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.

આ ઘટના અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, ‘અમે સરદાર સન્માન યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાનું કારણ શું છે અને કોણે કરાવ્યો છે તે અંગે મને કોઈ જાણ નથી.’

પ્રતાપ દૂધાતે આ ઘટનાની જાણ તાત્કાલિક અમરેલીના પોલીસ અધિક્ષક (SP) ને કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ આજે અમરેલી એસપીને રૂબરૂ મળીને આ સમગ્ર ઘટના અંગે લેખિત રજૂઆત કરશે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરશે. આ ઘટના બાદ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અને આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.



Source link

સંબંધિત સમાચાર