રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત11 સપ્ટેમ્બર, 2025| Super Admin

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન

જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે શિબિર

(જી.એન.એસ) તા. 10

જૂનાગઢ,

આવનારા સમયમાં રાજ્યમાં ફરીએકવાર ચુત્નીઓ આવવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ને ફરીથી જાગતી કરવા કોંગ્રેસના કેન્દ્રીય સ્ન્ગથ્ન દ્વારા નવનિયુક્ત પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન.

આ શિબિર જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં આજે (10 સપ્ટેમ્બર) કોંગ્રેસની શિબિરનું રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી પર નિશાનો સાધ્યો હતો. શિબિરને સંબોધિત કરતાં ખડગેએ નામ લીધા વગર કહ્યું કે, ‘એ બંને લોકતંત્રને બચાવવા ઈચ્છતા નથી. અમારી પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ અને લોકતંત્રને બચાવાની છે.’ તેમણે આરોપ લગાવ્યો કે, સત્તામાં બેઠેલા લોકો આ સંસ્થાઓની રક્ષા માટે કામ નથી કરી રહ્યા.

કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અને નવગર અધ્યક્ષોને લઈને જૂનાગઢમાં 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શિબિરના ઉદ્ધાટન પહેલા ખડગે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, ‘લોકતંત્રમાં ચૂંટણી લડવી સામાન્ય વાત છે.’ જ્યારે ખડગેએ તેમના સંબોધનમાં કહ્યું કે, ‘ગુજરાત એ ભૂમિ છે, જ્યાં મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ જેવા લોકોના જન્મ થયો અને દેશને આઝાદી અપાવવા માટે કામ કર્યુ. તેઓ સમ્માનને પાત્ર છે, કારણે કે તેમનાથી જ આજે દેશ સ્વતંત્ર અને એકજુથ છે.’

ખડગેના નિવેદનમાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીની મોટી હારની પીડા પ્રતિબિંબિત થઈ હતી. NDAએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 152 મતોથી જીતી છે, કારણ કે કોંગ્રેસના રણનીતિકારોએ માહોલ વધુ મુશ્કેલ હોવાની અપેક્ષા રાખી હતી, પરંતુ એવું થયું નહીં.

કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં આજે (10 સપ્ટેમ્બર)થી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલું પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી. આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના ‘મિશન 2027’ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. આ તાલીમ શિબિરના સમાપન સમારોહમાં રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા છે. 



Source link

સંબંધિત સમાચાર