રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત26 ઑગસ્ટ, 2025| Super Admin

વડોદરામાં રજીસ્ટ્રેશન વિના ડ્રોન ઉડાવી જાહેરનામાનો ભંગ કરનારનું રૂ.1 લાખની કિંમતનું ડ્રોન પોલીસે કબ્જે કર્યું


(જી.એન.એસ) તા. 24

 વડોદરા,

અસામાજિક તત્વો શહેરમાં કોઇપણ પ્રકારનું કૃત્ય થાય નહીં તેના પર ચાંપતી નજર રાખવામાં આવે છે ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે શ્રીજીની આગમન યાત્રામાં રજીસ્ટ્રેશન વિના ડ્રોન ઉડાવી શ્રીજીની યાત્રાનું તથા સરકારી કચેરી વિસ્તારમાં રેકોર્ડિંગ કરતા જાહેરનામા ભંગ બદલ રાવપુરા પોલીસે ડ્રોન સંચાલકની અટકાયત કરી રૂ.1 લાખની કિંમતનું ડ્રોન કબ્જે કર્યું હતું. 

શનિવારે મોડીરાત સુધી ઠેર ઠેર વાજતે ગાજતે શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી હતી. દરમ્યાન રાત્રે એક વાગ્યાની આસપાસ પદ્માવતી શોપિંગ સેન્ટર ઉપર એક શખ્સ ડ્રોન ઉડાવી ગણપતિ આગમન યાત્રાનું રેકોર્ડિંગ કરતો હોવાનું પેટ્રોલિંગમાં રહેલ રાવપુરા પોલીસ ટીમના કર્મચારીઓને ધ્યાને આવ્યું હતું. શખ્સની પૂછતાછમાં તેણે ડ્રોન ઉડાવવા બાબતે કોઈપણ જાતની પરવાનગી લીધી ન હોવાનું બહાર આવ્યું હતું. શહેરમાં તા. 26 જૂનથી 24 ઓગસ્ટ સુધી જાહેરનામું અમલમાં હોય જેમાં રિમોટ કંટ્રોલ સંચાલિત ડ્રોન, અથવા એરિયલ મિસાઈલ/ હેલિકોપ્ટર રિમોટ કંટ્રોલ માઇક્રો લાઈટ, એરક્રાફ્ટ કે પેરા ગ્લાઈડર સંચાલક પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય માલિકે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જેથી પોલીસે ડ્રોન ઉડાવવા અંગે રજીસ્ટ્રેશન ન કરનાર ડ્રોન સંચાલક વિરાજકુમાર રમેશભાઈ પાટણવાડીયા (રહે- કુકસ ગામ, સિનોર) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

સંબંધિત સમાચાર