રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત23 ઑગસ્ટ, 2025| Super Admin

મહિસાગરના કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક જોવા મળી


(GNS)23

મહિસાગરના કડાણા ડેમમાં પાણીની આવક જોવા મળી છે. કડાણા ડેમમાં પાણીની આવક 34 હજાર ક્યુસેક થઈ રહી છે. કડાણા ડેમ ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે. ડેમની હાલની સપાટી 415.4 ફૂટે પહોંચી છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. કડાણા ડેમ 91 ટકા ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી રહી છે.

રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં 34000 ક્યુસેક પાણીની આવક થઈ છે. આઠ જિલ્લાની જીવા દોરી સમાન કડાણા ડેમ 91% ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. કડાણા ડેમની ભય જનક સપાટી 419 ફૂટ જ્યારે હાલની સપાટી 415 ફૂટ અને 4 ઇંચ ઉપર પહોંચી છે. કડાણા ડેમ તેની ભય જનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે. કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા બે પાવર યુનિટ દ્વારા વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

કડાણા ડેમમાં 10,200 ક્યુસેક જેટલું પાણી વીજળી ઉત્પાદન માટે પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યું છે. કડાણા ડેમની વધતી જળ સપાટીને ધ્યાને લઈ ડેમ પ્રશાસન દ્વારા પાણી છોડાય તેવી શક્યતા છે. મહિસાગર તેમજ આસપાસના વિસ્તારોમાં ગત રાત્રીથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થઈ છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



Source link

સંબંધિત સમાચાર