રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત22 ઑગસ્ટ, 2025| Super Admin

દ્વારકા જિલ્લામાં અવિરત વરસેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ


(જી.એન.એસ) તા. 21

દ્વારકા,

છેલ્લા ૪૮ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાનો ધમાકેદાર બીજો રાઉન્ડ શરુ થયો હતો. ધોધમાર વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદ બાદ જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું છે. રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. દેવભૂમિ દ્વારકામાં 4.49 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલ્યાણપુરમાં 2.64 ઈંચ વરસાદ ખાબક્યા બાદ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ભાણવડ તાલુકામાં પણ 1.69 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓથી લઈ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા છે.

છેલ્લા ૪૮ કલાકમાં 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ મેંદરડામાં 13.31 ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદમાં 11.22 ઈંચ, વંથલીમાં 10.39 ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરમાં 10.24 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ નવસારીના ગણદેવીમાં 9.21 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કપરડા, માણાવદર, ચીખલીમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના 67 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.



Source link

સંબંધિત સમાચાર