રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય1 ઑગસ્ટ, 2025| Super Admin

ટેરિફથી ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાનો અંદાજ…!!

ટેરિફથી ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાનો અંદાજ…!!

અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ તથા પેનલ્ટી લાગુ કરવાના લેવાયેલા નિર્ણયને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ભારતના આર્થિક વિકાસ દરમાં ૩૦ થી ૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળશે તેવી વિવિધ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. જો કે ભારતમાં ઘરઆંગણેની માંગ આધારિત અર્થતંત્રને મોટી અસર જોવા નહીં મળે એમ બારકલેસના એક રિપોર્ટમાં આર્થિક વિકાસ દરમાં ૩૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળવાની ધારણાં વ્યકત કરતા જણાવાયું હતું. ૧લી ઓગસ્ટથી ૨૫% ટેરિફ લાગુ થશે તો ભારતના માલસામાન પર અમેરિકામાં સરેરાશ ઈફેકટિવ ટેરિફ દર ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી વધી ૨૦.૬૦% રહેશે એમ બારકલેસ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.

લિબરેશન ડે પહેલાનો ટેરિફ દર ૨.૭૦% રહ્યો હતો અને ૯૦ દિવસની જેને સ્થગિતી અપાઈ છે તે ટેરિફ દર ૧૧.૬૦% હતો. અમેરિકાથી આવતા માલસામાન પર ભારત ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી સરેરાશ ૧૧.૬૦% ટેરિફ વસૂલે છે. ભારતનું અર્થતંત્ર જે ઘરેલુ માંગને આધારિત છે તેને ધ્યાનમાં રાખતા ૨૫%ના ટેરિફ દરથી દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર જોવા નહીં મળે એમ જણાવી બારકલેસે વર્તમાન નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર ૩૦ બેઝિસ પોઈન્ટની કદાચ અસર જોવા મળી શકે. આ ઉપરાંત એસબીઆઈએ આર્થિક વિકાસ દરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ જ્યારે મોર્ગન સ્ટેન્લીએ ૬૦ બેઝિસ પોઈન્ટના ઘટાડાની ધારણાં મૂકી છે.



Source link

સંબંધિત સમાચાર