રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત23 જૂન, 2025| Super Admin

સુરતમાં સોમવારે આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ; 6 ઇંચથી વધુ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

સુરતમાં સોમવારે આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ; 6 ઇંચથી વધુ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

(જી.એન.એસ) તા. 23

સુરત,

સુરત જિલ્લામાં સોમવારે સવારથી જ મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરીસ્થિતિ સર્જાઈ હતી જેમાં સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીના ફક્ત 6 કલાકમાં 7.24 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં વરસાદે જોરદાર બેટિંગ કરતાં 7 થી 1 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. 

વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. લાલ દરવાજા પાસે બેંકના કર્મીઓ પાણીમાં ફસાયા હતા. પાણીમાં ફસાયેલા 12 કર્મચારીઓનું મહિધરપુરા પોલીસ સ્ટાફે ફાયર વિભાગ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે, બેગમપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે અને સહારા દરવાજા ગરનાળામાં પાણી ભરાયું છે. રાંદેર સિંગણપોર કોઝવે બંધ કરાયો છે. સુરતના કામરેજમાં 1.81 ઇંચ વરસાદ, તલાલામાં 1.34 ઇંચ, વ્યારામાં 1.1 ઇંચ, વાલોદ અને માંડવીમાં 1-1 ઇંચ વરસાદ, કપરાડામાં 75 મીમી, ઉમરગામમાં 71 મીમી વરસાદ, બારડોલીમાં 47 મીમી, માળીયાહાટીના 47 મીમી વરસાદ, ડેડીયાપાડામાં 43 મીમી, વાપીમાં 39 મીમી વરસાદ ખાબકયો છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 



Source link

સંબંધિત સમાચાર