રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય23 જૂન, 2025| Super Admin

ઇરાનની સંસદે હોર્મુઝ ખાડી એટલે કે જળડમરૂને બંધ કરી દેવાનો નિર્ણય લીધો

ઇરાનની સંસદે હોર્મુઝ ખાડી એટલે કે જળડમરૂને બંધ કરી દેવાનો નિર્ણય લીધો

અમેરિકાના બોમ્બમારા બાદ ઇરાનની સંસદે લીધો મોટો નિર્ણય

વિશ્વભરને ઓઇલ અને અન્ય ઇંધણ પુરુ પાડવા માટે મહત્વપૂર્ણ છે તેવી હોર્મુઝ ખાડી હવે બંધ

(જી.એન.એસ) તા. 23

તેહરાન,

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકા દ્વારા ઈરાનના ન્યુક્લિયર ઠેકાણાઓ પર બોમ્બમારા બાદ ઇરાનની સંસદે એક એવો નિર્ણય લીધો છે જેની વિશ્વભરમાં મોટી અસર થઇ શકે છે. ઇરાનની સંસદે વિશ્વભરને ઓઇલ અને અન્ય ઇંધણ પુરુ પાડવા માટે મહત્વપૂર્ણ એવા એક સ્થળ  હોર્મુઝ ખાડી એટલે કે જળડમરૂને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. ઇરાનની સંસદ દ્વારા આ સ્થળને બંધ કરવાના નિર્ણયને મંજૂરી પણ આપી દીધી છે. ઇરાનના આ નિર્ણયથી વિશ્વભરમાં મોટાભાગના દેશોના ઇંધણ સપ્લાય પુરવઠા પર માઠી અસર થવાની ભીતિ છે. કેમ કે આ એક એવું સ્થળ છે જ્યાંથી વિશ્વભરમાં સપ્લાય થતા ઇંધણનો 25 ટકા હિસ્સો પસાર થાય છે. 

ઇરાનની નજીક આવેલા આ સ્થળને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરીકે ઓળખવામાં આવે છે, જે ફારસની ખાડી અને ઓમાનની ખાડી બન્નેને જોડતો એક સાંકડો હિસ્સો કે ખાડી છે. ઓઇલ સપ્લાય માટે આ સ્થળ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે ઇરાક, કતર, ઇરાન, યુએઇ, કુવૈત, સાઉદી અરબ  જેવા દેશોની ઓઇલની નિકાસ આ સ્થળેથી જ કરવામાં આવે છે. બન્ને સમુદ્રી તટની વચ્ચે માત્ર 39 કિમીનું જ અંતર આવેલું છે જેને પગલે અહીંથી ઓઇલ પુરવઠો સપ્લાય કરવો વધુ સરળ માનવામાં આવે છે. વિશ્વનો ત્રીજા ભાગનો કુદરતી ગેસ અને 25 વટા ક્રૂડ ઓઇલ આ સ્થળેથી પસાર થાય છે. આ સ્થળને ગેસ-ઓઇલ વેપાર માટેનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.  

તાજેતરમાં અમેરિકા દ્વારા ઇરાન પર બોમ્બમારો કરવામાં આવતા અચાનક જ ઇરાને આ સ્થળને બંધ કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો છે. ઇરાનની સંસદ મજલિસમાં આ સ્થળને બંધ કરવાની તરફેણમાં મતદાન કરવામાં આવ્યું હતું. આ જાણકારી ઇરાનના સરકારી મીડિયા પ્રેસટીવી દ્વારા આપવામાં આવી હતી. ઇરાનના સંસદસભ્ય ઇસ્માઇલ કોસવારીએ મીડિયાને આ સ્થળ બંધ કરવાના નિર્ણયની જાણકારી આપી હતી. જોકે અંતિમ નિર્ણય ઇરાનના સુપ્રીમ નેશનલ  સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. 

મહત્વનું છે કે, ભારતમાં ક્રૂડ ઓઇલની કુલ માંગમાંથી 80 ટકા જેટલો ભાગ બીજા દેશો પાસેથી આયાત કરવામાં આવે છે. જેમાં 40 ટકા હિસ્સો મિડલ ઇસ્ટ દેશો જેમ કે ઇરાક, સાઉદી અરબ, યુએઇ, કુવૈત વગેરેમાંથી આવે છે. આ તમામ દેશો ઇરાન હાલ જે સ્થળને બંધ કરવા જઇ રહ્યું છે ત્યાંથી સપ્લાય થાય છે. જો ઇરાન આ રસ્તો બંધ કરી દે તો આ દેશોમાંથી ભારત આવતા ક્રૂડ ઓઇલ પુરવઠા પર અસર થઇ શકે છે. જોકે ભારત રશિયા પાસેથી પણ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જળડમરુ પરથી ભારત આવતી કે ભારતથી જતી અનેક શિપ્સ પસાર થાય છે. તેથી સમુદ્રી વેપાર પર પણ આ નિર્ણયની અસર થઇ શકે છે.  



Source link

સંબંધિત સમાચાર