રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત14 ઑગસ્ટ, 2025| Super Admin

AMCમાં ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થતા; 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા

AMCમાં ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થતા; 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ભરતી કૌભાંડનો પર્દાફાશ 

(જી.એન.એસ) તા.14

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ખોટી રીતે ભરતી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફિક્સ પે અંતર્ગત ભરતી થયેલા 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. આ તમામ કર્મચારીઓએ વર્ષ 2023-24 દરમિયાન ગેરરીતિ કરીને નોકરી મેળવી હતી. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી AMCની સેન્ટ્રલ ઑફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારા સાથેની તેમની સંડોવણી બહાર આવતાં આ કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં કૌભાંડ મારફતે સરકારી નોકરી મેળવવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ અટકે અને યોગ્ય ઉમેદવારને નોકરી મળે તેવા તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પુલકિત સથવારાએ મે 2023થી ઑક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયામાં 8 ઉમેદવારોના માર્ક્સ વધારી આપ્યા હતા. જેના કારણે તેઓ મેરીટ લિસ્ટમાં આવ્યા અને નોકરી પણ મેળવી લીધી હતી. જોકે, હવે આ તમામે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

ખોટી રીતે કરવામાં આવતી ભરતીના કૌભાંડ બહાર આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વર્ષ 2021થી 2025 સુધીમાં લેવાયેલી તમામ ભરતી પ્રક્રિયાઓ અંગે તપાસ કરવા એક કમિટીની રચના કરી હતી. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને ત્રણ HOD કક્ષાના અધિકારીઓની કમિટીએ છેલ્લા પાંચ વર્ષની ભરતીની તપાસ કરી હતી.



Source link

સંબંધિત સમાચાર