રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય19 મે, 2025| Super Admin

હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્‍યાયાધીશોને ‘વન રેન્‍ક વન પેન્‍શન'નો લાભ મળશે

હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્‍યાયાધીશોને ‘વન રેન્‍ક વન પેન્‍શન'નો લાભ મળશે

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે ભારત સરકાર હાઈકોર્ટના નિવૃત્ત મુખ્‍ય ન્‍યાયાધીશો સિવાયના કોઈપણ નિવૃત્ત હાઈકોર્ટ ન્‍યાયાધીશને વાર્ષિક ૧૩.૫૦ લાખ રૂપિયાનું સંપૂર્ણ પેન્‍શન ચૂકવશે. સુપ્રીમ કોર્ટે નિવૃત્ત હાઈકોર્ટના ન્‍યાયાધીશોના પેન્‍શન અંગે મોટો નિર્ણય આપ્‍યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ન્‍યાયાધીશોના પ્રવેશ અને કાર્યકાળના આધારે કોઈ પક્ષપાત રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટના ન્‍યાયાધીશોના પેન્‍શનમાં તેઓ કયારે સેવામાં જોડાયા અને તેમની નિમણૂક ન્‍યાયિક સેવામાંથી થઈ હતી કે બારમાંથી, તેના આધારે કોઈ ભેદભાવ ન હોઈ શકે. લાઈવ લોના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે માનીએ છીએ કે તમામ નિવૃત્ત હાઈકોર્ટના ન્‍યાયાધીશો, તેમની નિમણૂકની તારીખને ધ્‍યાનમાં લીધા વિના, સંપૂર્ણ પેન્‍શન માટે હકદાર રહેશે. ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ બીઆર ગવઈ, ન્‍યાયાધીશ એજી મસીહ અને ન્‍યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બનેલી બેન્‍ચે જણાવ્‍યું હતું કે ભારત સરકાર ઉચ્‍ચ ન્‍યાયાલયોના નિવળત્ત મુખ્‍ય ન્‍યાયાધીશોને વાર્ષિક ૧૫ લાખ રૂપિયાનું સંપૂર્ણ પેન્‍શન ચૂકવશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે ભારત સરકાર હાઈકોર્ટના નિવળત્ત મુખ્‍ય ન્‍યાયાધીશો સિવાયના કોઈપણ નિવળત્ત હાઈકોર્ટ ન્‍યાયાધીશને વાર્ષિક ૧૩.૫૦ લાખ રૂપિયાનું સંપૂર્ણ પેન્‍શન ચૂકવશે. વધારાના ન્‍યાયાધીશ તરીકે નિવળત્ત થયેલા ન્‍યાયાધીશોને પણ ન્‍યાયાધીશો જેટલું પેન્‍શન મળશે. ભારત સરકાર કોર્ટના નિવળત્ત ન્‍યાયાધીશો માટે વન રેન્‍ક વન પેન્‍શનના સિદ્ધાંતનું પાલન કરશે. તેમના પ્રવેશનોસ્ત્રોત જિલ્લા કોર્ટ કે બાર હોય અને તેમણે જિલ્લા ન્‍યાયાધીશ કે હાઈકોર્ટના ન્‍યાયાધીશ તરીકે કેટલા વર્ષો સેવા આપી હોય તે ધ્‍યાનમાં લીધા વિના, તે બધાને સંપૂર્ણ પેન્‍શન ચૂકવવામાં આવશે.મુખ્‍ય ન્‍યાયાધીશ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્‍ચે પોતાના આદેશમાં વધુમાં જણાવ્‍યું હતું કે ભારત સરકાર આવા હાઇકોર્ટના ન્‍યાયાધીશોની વિધવા અથવા પરિવારના સભ્‍યોને ગ્રેચ્‍યુઇટી ચૂકવશે, જેમનું સેવા દરમિયાન મળત્‍યુ થયું છે. ન્‍યાયાધીશે સેવાનો લઘુત્તમ સમયગાળો પૂર્ણ કર્યો છે કે નહીં. ભારત સરકાર હાઈકોર્ટના ન્‍યાયાધીશો (પગાર અને સેવાની શરતો) અધિનિયમ, ૧૯૫૪ ની જોગવાઈઓ અનુસાર હાઈકોર્ટના ન્‍યાયાધીશોને તમામ ભથ્‍થાં ચૂકવશે. સીજેઆઈ ગવઈએ કહ્યું, નિવૃત્ત ન્‍યાયાધીશોને પેન્‍શન ચૂકવવાના મામલે કોઈપણ આધારે ભેદભાવ ન હોઈ શકે. ન્‍યાયતંત્રની સ્‍વતંત્રતા માટે નિવળત્તિ પછી પણ તેમને સમાન લાભ મળે તે જરૂરી છે. હાઈકોર્ટના ન્‍યાયાધીશોના પ્રવેશના સ્ત્રોતના આધારે કોઈ ભેદભાવ ન હોઈ શકે, કારણ કે એકવાર ન્‍યાયાધીશ બંધારણીય પદ પર બિરાજમાન થાય છે, ત્‍યારે બંધારણીય પદની ગરિમા માંગ કરે છે કે બધા ન્‍યાયાધીશોને સમાન પેન્‍શન આપવામાં આવે.

સંબંધિત સમાચાર