રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભાજપના તમામ સાંસદોને ૬-૭ સપ્‍ટેમ્‍બરે દિલ્‍હીમાં હાજર રહેવા આદેશ : નવાજૂનીના એંધાણ

ભાજપના તમામ સાંસદોને ૬-૭ સપ્‍ટેમ્‍બરે દિલ્‍હીમાં હાજર રહેવા આદેશ : નવાજૂનીના એંધાણ

કેન્‍દ્ર સરકારે સપ્‍ટેમ્‍બરના પ્રથમ સપ્તાહમાં દિલ્‍હીમાં કંઈ નવાજૂની કરવાની તૈયારી શરૂ કરી હોવાનો રિપોર્ટ સામે આવ્‍યા છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ ભાજપે પોતાના તમામ સાંસદોને ૬ અને ૭ સપ્‍ટેમ્‍બરે દિલ્‍હીમાં જ હાજર રહેવાના આદેશ આપ્‍યા છે. આ દરમિયાન સાંસદો સાથે પાર્ટીના સંગઠનાત્‍મક મુદ્દાઓ અને ઉપરાષ્‍ટ્રપતિ પદની ચૂંટણી પર ચર્ચા થવાની સંભાવના છે. ૯મી સપ્‍ટેમ્‍બર ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે અને આ ચૂંટણીમાં સાંસદો મતદાન કરવાના છે, ત્‍યારે તે પહેલા તમામ પક્ષો પોતાના સાંસદો માટે વ્‍હિપ જાહેર કરે છે. દિલ્‍હીમાં ભાજપ સાંસદો માટે બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપે પોતાના તમામ સાંસદોને ૬ અને ૭મી સપ્‍ટેમ્‍બરે દિલ્‍હીમાં ફરજિયાત હાજર રહેવાના નિર્દેશ આપ્‍યા છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, બે દિવસ યોજાનારા કાર્યક્રમો અને બેઠકોમાં સાંસદોને ફરજિયાત ઉપસ્‍થિત રહેવા ભારપૂર્વક કહેવાયું છે. આ બે દિવસના વર્કશોપમાં પાર્ટી સંબંધી અનેક કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પણ સાંસદોને સંબોધિત કરે તેવી સંભાવના છે. સપ્‍ટેમ્‍બરમાં ઉપરાષ્‍ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની હોવાથી એનડીએ અને ઇન્‍ડિયા ગઠબંધને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણી માટે ૭ ઓગસ્‍ટે જાહેરનામું બહાર પડાયું હતું. ત્‍યારબાદ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૧ ઓગસ્‍ટ, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૫ ઓગસ્‍ટ અને મતદાન તારીખ ૯ સપ્‍ટેમ્‍બરે યોજાશે. જ્‍યારે પરિણામ પણ ૯ સપ્‍ટેમ્‍બરે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. વર્તમાન ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખરે તાજેતરમાં તેમના પદ પરથી રાજીનામું આપ્‍યા બાદ આ પદ ખાલી પડ્‍યું છે. આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્‍યસભા) ના સભ્‍યો મતદાન કરશે, જેમાં કુલ ૭૮૮ સભ્‍યોનો સમાવેશ થાય છે.    

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Delhi#bjp#Mp#eptember

સંબંધિત સમાચાર