રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા18 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણાના વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે

મહેસાણાના વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫ યોજાશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા દ્વારા મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરત નાટયમ,ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં કરવામાં આવશે. મોઢેરા ખાતે પરંપરાગત રીતે યોજાતા  મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ-ર૦ર૫ માં આજે તા.૧૮/૦૧/ર૦ર૫ અને તા.૧૯/૦૧/ર૦ર૫ ના રોજ એમ બે દિવસીય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના ખ્યાતનામ ભારતના કલા અને નૃત્ય ક્ષેત્રના નામાંકિત કલાકારો ભાગ લેનાર છે. તા.૧૮ અને ૧૯ જાન્યુઆરી-ર૦ર૫ ના રોજ જે કલાકારો ઉત્તરાર્ધ મહોત્સવમાં ભાગ લેનાર છે તેમાં પ્રથમ દિવસે ૧૮મી જાન્યુઆરીના રોજ નૃત્ય કલાકાર શિતલ મકવાણા-ભરતનાટ્યમ, વાની માધવ-ઓડીસી, કૃપા રવિ-ભરતનાટ્યમ, દેવીકા દેવેન્દ્ર-કથ્થક, એશ્વર્યા વારીઅર-મોહિનીઅટ્ટમ, બિનલ વાળા-કથ્થક પોતાની કલા પ્રસ્તુતિ કરશે. ઉતરાણ મહોત્સવના બીજા દિવસે એટલે કે તારીખ ૧૯ મી જાન્યુઆરીના રોજ દિવ્યા પ્રજાપતિ-કથ્થક, કવિતા દ્રીબેડી-ઓડીસી, વૈદેહી કુલકર્ણી-કુચિપુડી, કૃષ્ણક્ષી કશ્યપ-સતરીયા, જાનવી પરમાર-ભરતનાટ્યમ જેવા વિવિધ નૃત્યો દ્વારા કલા રસિકોને નૃત્ય રસ પાન કરાવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ લાંબો-મોટો થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિણામે સૂર્યમંદિરના પરિસરમાં આ મહોત્સવ ઉજવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ- ૧૯૯૨થી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર