રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય4 મે, 2025| Super Admin

NEET-UG પરીક્ષાના એક દિવસ પહેલા કોટામાં મેડિકલના સ્ટુડન્ટે આત્મહત્યા કરી

NEET-UG પરીક્ષાના એક દિવસ પહેલા કોટામાં મેડિકલના સ્ટુડન્ટે આત્મહત્યા કરી

શનિવારે રાત્રે રાજસ્થાનના કોટામાં એક NEET પરીક્ષા આપતી વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કુંહાડી પોલીસ સ્ટેશનના સર્કલ ઇન્સ્પેક્ટર અરવિંદ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ યુવતી 17 વર્ષની હતી અને મધ્યપ્રદેશના શ્યોપુરની રહેવાસી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ વિદ્યાર્થીની NEET-UG પરીક્ષા આપવાની હતી અને છેલ્લા ઘણા વર્ષોથી કોટામાં તેના માતાપિતા સાથે રહેતી હતી. તે છેલ્લા બે વર્ષથી શહેરના એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પરીક્ષાની તૈયારી કરી રહી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. ઘટના સમયે પરિવારના સભ્યો ઘરે હોવાનું કહેવાય છે અને રાત્રે 9 વાગ્યાની આસપાસ તેણી મૃત હાલતમાં મળી આવી હતી. ભારદ્વાજે જણાવ્યું હતું કે, તેના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, પીડિતાના માતાપિતા સરકારી શિક્ષક છે. તેમણે એમ પણ કહ્યું કે તેના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે રવિવારે સવારે 9 વાગ્યે પોસ્ટમોર્ટમ કરાવ્યું અને મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. આ વર્ષે જાન્યુઆરીથી કોટામાં કોચિંગના વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાનો આ 14મો કિસ્સો છે. ગયા વર્ષે કોટામાં કોચિંગના વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના કુલ 17 કેસ નોંધાયા હતા.

સંબંધિત સમાચાર