રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત12 એપ્રિલ, 2025| Super Admin

વડોદરા સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતીને 10 વર્ષની કેદ સંભળાવી

વડોદરા સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતીને 10 વર્ષની કેદ સંભળાવી

(જી.એન.એસ) તા. 12

વડોદરા,

રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી મુંબઈના દંપતીને 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા જેમાં વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે દંપતીને દોષિત ઠેરવી 10 વર્ષની કેદ તથા રૂપિયા એક- એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને એક બાતમી મળી હતી કે, ઈકબાલખાન અમીનખાન તથા સમીરાશેખ ઈકબાલખાન (બંને રહે – ઈસ્માઈલ મંઝિલ, અંધેરી ,ઈસ્ટ ,મુંબઈ) રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય તેમની પાસે ચરસનો જથ્થો છે. અને તેઓ દિલ્હીથી મુંબઈ જવા નીકળેલ હોય તા. 23 /10/2020ના રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચશે. ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.1 ઉપર પહોંચતા વોચમાં ગોઠવાયેલ પોલીસની ટીમે બાતમી મુજબના બંને શખ્સોને ઝડપી પાડી તેઓની પાસે રહેલ બેગમાંથી ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં સ્પે. એનડીપીએસ જજ સલીમ બી. મન્સૂરી સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે સ્પે.પી.પી. અનિલ દેસાઈની દલીલો હતી કે, આરોપીઓએ સમગ્ર સમાજને અસર કરે તેવો ગુનો કરેલ હોય તેઓ ઉપર રહેમ રાખી શકાય નહીં, કાયદામાં ઠરાવ્યા મુજબ મહત્તમ સજા થવી જોઈએ. કોર્ટે બંને પક્ષકારોના મૌખિક તથા દસ્તાવેજ પુરાવા અને દલીલો ધ્યાને લેતા નોંધ્યું હતું કે, આક્ષેપિત મુદ્દામાલ ટ્રેનમાં આરોપીઓના કબ્જાવાળી બેગમાંથી મળી આવેલ હોય તે હકીકત પુરવાર થાય છે. એનડીપીએસ એક્ટની કલમોના અનુમાનોનું ખંડન કરવામાં બચાવ પક્ષ નિષ્ફળ રહેલ હોય આરોપીઓએ આક્ષેપિત ગુનો કરેલ છે તે હકીકત પુરવાર થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર