રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
આંતરરાષ્ટ્રીય17 મે, 2025| Super Admin

અમેરિકામાં નોંધાયા નવા કોરોનાના કેસો, સિંગાપોર-હોંગકોંગમાં છેલ્લા 7 દિવસમાં કોરોના સંક્રમણમાં 28 ટકાનો વધારો

અમેરિકામાં નોંધાયા નવા કોરોનાના કેસો, સિંગાપોર-હોંગકોંગમાં છેલ્લા 7 દિવસમાં કોરોના સંક્રમણમાં 28 ટકાનો વધારો

(જી.એન.એસ) તા. 17

સિંગાપુર,

આનંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર કોરોના વાયરસે માથું ઊંચક્યું છે, મીડિયા સૂત્રોમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટથી જાણવા મળે છે કે સિંગાપોર-હોંગકોંગ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. અહીંના સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે, સંક્રમણથી બચીને રહેવા માટે ફરી એકવાર જરૂરી ઉપાય શરુ કરી દે.

જાહેર કરાયેલા આંકડાથી જાણી શકાય છે કે, એશિયન દેશોમાં ફરી કોરોનાના કેસ ચર્ચામાં છે. સિંગાપોર-હોંગકોંગમાં ન માત્ર સંક્રમણમાં વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ અહીં હૉસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનમાં કમ્યુનિકેબલ ડિઝીઝના પ્રમુખ આલ્બર્ટ ઔએ જણાવ્યું કે, અહીં વાયરસની ગતિવિધિ ઘણી વધારે છે. 3 મેના રોજ સમાપ્ત થયેલા અઠવાડિયામાં ગંભીર કેસ સહિત કોરોનાથી મોતના આંકડા એક વર્ષના સર્વોચ્ચ (31 સુધી) પહોંચી ગયા છે.

આ દેશોમાં વધતા કોરોનાના જોખમોમાં કેટલાક સવાલો ઊભા કરી દેવાયા છે, શું કોરોનાનો ફરીથી કોઈ નવો વેરિયન્ટ સામે આવી ગયો છે? શું ફરી તમામ લોકોએ ઍલર્ટ થઈ જવું જોઈએ? આવો સમજીએ.

મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષમાં આ પહેલી વાર સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે ઔપચારિક કોવિડ રિપોર્ટ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં માત્ર એક અઠવાડિયામાં કેસોમાં 28%નો વધારો નોંધવામાં આવ્યો છે, જેનાથી સંક્રમણની કુલ સંખ્યા 14,200 થઈ ગઈ છે. એટલું જ નહીં, હૉસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં પણ લગભગ 30 ટકાનો વધારો થયો છે.

અહીં એ નોંધનીય છે કે કોરોનાના કેસોમાં વધારો ફક્ત એશિયન દેશો પૂરતો મર્યાદિત નથી, છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકાના ઘણા ભાગોમાં પણ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો, જોકે હવે તેમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

યુએસ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી માહિતી અનુસાર, ગયા અઠવાડિયે અહીં ઇમરજન્સી વિભાગમાં આવતા લોકોની સંખ્યામાં 19.5%નો ઘટાડો થયો છે.

તે પણ જાણવું જરૂરી છે કે, દુનિયાના ઘણા ભાગોમાં કોરોનાના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાથી લોકોના મનમાં પ્રશ્નો ઊભા થયા છે કે શું વાયરસનો કોઈ નવો વેરિયન્ટ આવી ગયો છે?

જ્યારે સિંગાપોરના સ્વાસ્થ્ય અધિકારીઓએ વધતા કેસ માટે કોઈ નવા વેરિયન્ટને જવાબદાર નથી ગણાવ્યો, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતો સૂચવે છે કે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે વાયરસ વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે.

ત્યારે યુ.એસ.માં નેબ્રાસ્કા મેડિસિનના ચેપી રોગના નિષ્ણાત ડૉ. માર્ક. ઇ. રપ કહે છે કે હાલમાં યુ.એસ. સહિત વિશ્વના ઘણા ભાગોમાં સૌથી પ્રખ્યાત વેરિયન્ટ LP.8.1 છે, જે 70% કેસ માટે જવાબદાર છે. બીજા ક્રમે XFC છે જેમાં 9% કેસ છે. ઓમિક્રોનનો મૂળ પ્રકાર હવે લગભગ લુપ્ત થઈ ગયો છે અને હાલમાં તેના પેટા પ્રકારોના જ કેસ જોવા મળી રહ્યા છે.



Source link

સંબંધિત સમાચાર