રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય31 મે, 2025| Super Admin

માત્ર 4 મહિનામાં જ ઇલોન મસ્કે DOGE વિભાગના વડાના પદ પરથી રાજીનામું આપીને ટ્રમ્પની ટીમને કહ્યું અલવિદા 

માત્ર 4 મહિનામાં જ ઇલોન મસ્કે DOGE વિભાગના વડાના પદ પરથી રાજીનામું આપીને ટ્રમ્પની ટીમને કહ્યું અલવિદા 

(જી.એન.એસ) તા. 31

વોશિંગ્ટન,

ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર ચૂંટણી જીતીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ જાન્યુઆરીના અંતે DOGE વિભાગના વડા તરીકે ઈલોન મસ્કને જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે હવે ફક્ત ચાર જ મહિનામાં મસ્કે પણ રાજીનામું આપીને ડોનાલ્ડ ટ્રમ્પની ટીમને અલવિદા કહી દીધું છે. 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પના મહત્વાકાંક્ષી સરકારી કાર્યક્ષમતા વિભાગનો હવાલો સંભાળનારા મસ્ક શરૂઆતથી હેડલાઇન્સમાં રહ્યા છે. તાજેતરમાં DOGE ચીફ તરીકે રાજીનામું આપતા મસ્કે કહ્યું કે, ‘ભલે મારો કાર્યકાળ પૂરો થયો હોય, પણ આની અસર મારી અને ટ્રમ્પની મિત્રતા પર નહીં પડે, હું ટ્રમ્પનો મિત્ર અને સલાહકાર રહીશ.’

ઇલોન મસ્કે વધુમાં કહ્યું, ‘DOGE ચીફનું કામ શરૂઆતથી જ ટૂંકા ગાળાનું હતું, જે હવે પૂરું થઈ ગયું છે, આથી હું હવે મારા બિઝનેસને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ.’ 

વ્હાઇટ હાઉસમાં મસ્કની વિદાય દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી અને તેમની સાથેની પોતાની મિત્રતાને ખાસ ગણાવી. ટ્રમ્પે કહ્યું, ‘ઈલોને અમેરિકા માટે જે કર્યું છે તે પેઢીઓથી કરવામાં આવ્યું નથી… અમેરિકન લોકો માટે તેમનું યોગદાન ઐતિહાસિક છે. આ તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ હશે પરંતુ તેઓ હંમેશા અમારી સાથે રહેશે અને અમને દરેક રીતે મદદ કરશે.’

સાથેજ DOGE ચીફ તરીકેના પોતાના કાર્યકાળને શાનદાર ગણાવતા માટે મસ્કે કહ્યું હતું, ‘આ DOGEનો અંત નથી, પરંતુ હકીકતમાં તે એક નવી શરૂઆત છે. ખાસ નિમણૂક તરીકેનો મારો કાર્યકાળ એક સમયે સમાપ્ત થવાનો જ હતો. શરૂઆતથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે મારો કાર્યકાળ મર્યાદિત સમય માટે રહેશે… DOGE ટીમ હવે વધુ મજબૂત બનશે. હું તેની તુલના બૌદ્ધ ધર્મ સાથે કરીશ… તે જીવન જીવવા જેવું છે… મારું માનવું છે કે સમય જતાં તે સરકાર માટે એક ટ્રિલિયન ડોલર બચાવશે.’



Source link

સંબંધિત સમાચાર