રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત1 ફેબ્રુઆરી, 2026| Super Admin

જેદ્દાહથી આવેલી 4 મહિલા મુસાફરો પાસેથી 1.52 કરોડ રૂપિયાની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત


(જી.એન.એસ) તા. ૧

અમદાવાદ,

અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર ગેરકાયદેસર રીતે લાવામાં આવતું સોનું પકડાયું છે જેમાં, જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી 1.52 કરોડ રૂપિયાની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો. 

1 ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી અકાસા એરની ફ્લાઈટ નંબર QP 564 અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. મુસાફરોના સામાનના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને કેટલીક શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી. શંકાના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ની ટીમે મહિલા મુસાફરોને અટકાવી તેમની સઘન તપાસ હાથ ધરી હતી.

એરપોર્ટ પર તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી સોનાની 7 ચેઈન અને 7 સોનાની બંગડીઓ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, કસ્ટમ્સ અધિકારીઓની નજરથી બચવા માટે સોનાના આ દાગીનાઓ પર રોડિયમનું કોટિંગ કરવામાં આવ્યું હતું, જેથી તે પ્રથમ નજરે સોના જેવું ન લાગે. અધિકારીઓએ જ્યારે તેની ચોકસાઈ કરી ત્યારે 945.57 ગ્રામ વજનનું સોનું હોવાનું જણાયું હતું, જેની બજાર કિંમત 1.52 કરોડ રૂપિયા થાય છે.

આ મામલે પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આ સોનું તેમની સાથે મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટે તેમને આપ્યું હતું. કસ્ટમ્સ વિભાગ હવે આ ટ્રાવેલ એજન્ટની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે. પશ્ચિમ એશિયા અને ભારત વચ્ચે ચાલતા સંગઠિત સોનાની તસ્કરીના નેટવર્કમાં આ ટોળકીની સંડોવણી હોવાની પ્રબળ આશંકા છે.

આ મામલે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આ અગાઉ એજન્ટે કેટલી વાર આવી રીતે સોનાની હેરાફેરી કરી છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.



Source link

સંબંધિત સમાચાર