મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શંખલપુર ગામે બહુચર માતાજીના પ્રાચીન ટોડા મંદિર ખાતે 325 કિલોગ્રામ તાંબામાંથી તૈયાર કરાયેલું 21 ફૂટ ઊંચા સંપૂર્ણ તાંબાના ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. જે ગુજરાતમાં પ્રથમ છે. આરસપહાણની પીઠિકા સાથે તેની ઊંચાઇ 31 ફૂટની છે જેને તૈયાર કરવામાં કુલ 27 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ થયો છે. મુંબઈ સ્થિત ઘુંટું-મોરબીના દાતા નરભેરામભાઈ માવજીભાઈ સોરિયાના હસ્તે ગુરુવારે ત્રિશૂળનું અનાવરણ કરાયું હતું. સદીઓ પૂર્વે ઋષિ-મુનિઓને રંજાડતા દંઢાસૂર નામના રાક્ષસનો બહુચર માતાજીએ બાળા રૂપે પ્રગટ થઇ ત્રિશૂળથી સંહાર કર્યો હતો. ત્રિશૂળ માતાજીનું મુખ્ય આયુધ હોઇ તે સંદર્ભમાં શંખલપુરના ટોડા મંદિર ખાતે ભવ્ય ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. જે ગુજરાતમાં પ્રથમ ત્રિશૂળધારી મંદિર બની જવા પામ્યું છે આ સીવાય રાજસ્થાનના સુંધા માતાજીના મંદિરે પણ આવા જ ત્રિશૂળના દર્શન થાય છે.
શંખલપુર ટોડા મંદિરે રૂ.27 લાખના ખર્ચે તૈયાર થયેલ 325 કિલો વજનના 21 ફૂટ ઊંચા ત્રિશૂળની સ્થાપના

ટેગ્સ:#Mehsana District#Community involvement#Pilgrimage Site#Trident Installation#Shankhalpur Toda Temple#Copper Trident#Religious Monument#Bahuchar Mataji#Cost of Installation#Gujarat Temples#First in Gujarat
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા એલસીબીની મોટી સફળતા: ઇકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
મહેસાણાવિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન: અર્ટિકા કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત, ચાલક ફરાર
1 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
1 અઠવાડિયા પહેલા
