રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય28 મે, 2025| Super Admin

ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2025 કરી 

ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2025 કરી 

ઇન્કમ ટેક્સ વિભાગે ટેક્સપેયર્સ માટે મોટી રાહતની જાહેરાત કરી

(જી.એન.એસ) તા.27

નવી દિલ્હી/મુંબઈ,

ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26) માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2025થી લંબાવીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મની નોટિફિકેશન જાહેર કરવામાં વિલંબ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્કમ ટેક્સ વિભાગે X (પૂર્વ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા X પર આ અંગે માહિતી આપી હતી કે, ‘કરદાતાઓ મહેરબાની કરીને નોંધ લો! CBDT એ ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ તે 31 જુલાઈ 2025 હતી. ડેડલાઈનમાં આ વધારો ITR ફોર્મમાં મહત્ત્વના સુધારા, સિસ્ટમ ડેવલપમેન્ટ જરૂરિયાતો અને TDS ક્રેડિટ દર્શાવવા જેવા ફેરફારોને લીધે કરવામાં આવ્યો છે. આ ફેરફારો તમામ માટે સરળ અને વધુ સચોટ ફાઇલિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે.’

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આઈટીઆર ફાઈલિંગ કરવાની મુદ્દત લંબાવવામાં આવતાં કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા વધારાના 46 દિવસ મળશે. મોટાભાગના સામાન્ય કરદાતાઓ આ મુદ્દતનો લાભ લઈ શકશે. જેમના ખાતાનું ઓડિટ કરવું જરૂરી નથી તેવા તમામ કરદાતાઓ હવે 15 સપ્ટેમ્બર, 2025 સુધી આઈટીઆર ફાઈલ કરી શકશે. આ તારીખ બાદ ITR ફાઇલ કરવા પર  રૂ. 5,000 સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે.

CBDT અનુસાર, ‘નાણાકીય વર્ષ 2025-26 માટે સૂચિત ITRમાં માળખાકીય અને કન્ટેન્ટ આધારિત ફેરફારો કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ આઈટીઆર ફાઈલિંગને સરળ, પારદર્શી બનાવવાનો છે. જે સચોટ ફાઈલિંગ પર ભાર મૂકે છે. જેના માટે ફોર્મ 26AS અને એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)માં ફેરફારો કરવામાં આવ્યા છે. આઈટીઆર દ્વારા કરવામાં આવેલા ફેરફારોને સમજવા તેમજ રિટર્ન ફાઈલ કરવામાં આ નવી ડેડલાઈન મદદરૂપ બનશે.’



Source link

સંબંધિત સમાચાર