ગુજરાતમાં નકલી ચીજવસ્તુઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નકલી ગરમ મસાલા, નકલી ઈનો, નકલી જીરું અને નકલી મીઠું પછી હવે નકલી લસણ પકડાયું છે. સુરતની APMCમાંથી આ નકલી ચાઈનીઝ લસણ ઝડપાયું હતું, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આ સિવાય તેને ખાવાથી કેન્સર થવાનો ખતરો પણ રહે છે. તેમ ડોકટરોનું કહેવું છે. ભારતમાં 2014થી ચાઈનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. કારણ કે તેમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. સુરતની APMCમાંથી 2 હજાર 150 કિલો ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 10 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. ખેડૂતોની આજીવિકા અને લોકોના આરોગ્યની સુરક્ષા માટે ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે મોટી માત્રામાં ચાઈનીઝ લસણનો જથ્થો જપ્ત થતા ખળભળાટ મચી ગયો છે. સુરત APMCએ 2,150 કિલો ચાઈનીઝ લસણનો નાશ કર્યો છે. તેમજ આ લસણ અહીં કેવી રીતે પહોંચ્યું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અહી ચાઈનીઝ લસણ સપ્લાય કરનાર આરોપીઓને શોધવા પોલીસે તપાસ પણ તેજ કરી છે. ચાઈનીઝ લસણ કેન્સરનું જોખમ વધારે છે. સૌથી અગત્યનું, ધાતુઓ, સીસા અને ક્લોરિનનો ઉપયોગ ચાઇનીઝ લસણ ઉગાડવામાં થાય છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેમાં જાડી કળીઓ હોય છે. જો કે આ લસણની છાલ ઉતારવી સરળ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારનું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે.
ગુજરાતમાં 2 હજાર કિલો 'ચાઈનીઝ લસણ' મળ્યું

સંબંધિત સમાચાર
ગુજરાતઅમદાવાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો કોલર પકડનારા પ્રોફેસર સામે વિરોધ પ્રદર્શન, કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં ભારતનો પ્રથમ બંદર આધારિત ઇ-મિથેનોલ પ્લાન્ટ સ્થપાશે
1 દિવસ પહેલા
ગુજરાતસુરતના ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
ગુજરાતગુજરાત અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુખ્યાત ગોલ્ડી બ્રાર ગેંગ ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ
3 દિવસ પહેલા
