રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત2 જાન્યુઆરી, 2025| Super Admin

ચાઈનીઝ દોરીના જથ્થા સાથે 2.30 લાખનો મુદ્દામાલ કબજે : 3 આરોપી ઝડપી પાડ્યા

ચાઈનીઝ દોરીના જથ્થા સાથે 2.30 લાખનો મુદ્દામાલ કબજે : 3 આરોપી ઝડપી પાડ્યા
બોપલમાં આરોપી ઘરમાંથી જ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો ઉત્તરાયણનો તહેવાર નજીક આવતો જાય છે તેમ ખાનગી રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ પણ વધી રહ્યું છે. જેમાં બે અલગ અલગ બનાવમાં પોલીસે બોપલમાંથી અને બાવળામાંથી ચાઈનીઝ દોરી સાથે રૂ.2,30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બન્ને કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. બાવળા પોલીસને માહિતી મળી હતી કે ચલોડા-બાવાળા રોડ કાળી તલાવડી પાસે કેટલાક શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. જને આધારે પોલીસે અહીં તપાસ કરીને ચાઈનીઝ દોરીની રૂ.18,000 ની કિંમતના 18 રીલ તથા ઈકો ગાડી કબજે કરીને કુલ રૂ. 2,18,000 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ચંદ્રકાંત નાનુજી ઠાકોર અને વિજય ધુડાભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી. બાવળા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં બોપલ પોલીસને માહિતી મળી હતી કે શેલા ગામમાં કુરેશી વાસમાં રહેતા મયુદીનહુસેન શબ્બીરભાઈ મલેક પોતાના ઘરે ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે મલેકના ઘરે તપાસ કરીને રૂ.12,900 ની કિંતના 43 રીલ કબજે કર્યા હતા. બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર