રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ યુનિવર્સિટી સહિત સંલગ્ન ૬૬ કોલેજોના ૧૮૬૦ સ્વયંસેવકો અંબાજી માગૅ પર સ્વચ્છતા અભિયાન આદરશે

પાટણ યુનિવર્સિટી સહિત સંલગ્ન ૬૬ કોલેજોના ૧૮૬૦ સ્વયંસેવકો અંબાજી માગૅ પર સ્વચ્છતા અભિયાન આદરશે
માગૅ પર પડેલા પ્લાસ્ટિક ને એકત્ર કરી રી-સાઇકલીંગ માટે બિસ્લેરી કંપની ને મોકલવામાં આવશે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રાષ્ટ્રીય સેવા યોજના શાખા દ્વારા ભાદરવી પૂનમ મેળાને અનુલક્ષીને તા.૩ થી તા.૮ સપ્ટેમ્બરના સમયગાળા દરમ્યાન મહા સ્વચ્છતા અભિયાન યોજાનાર છે. જેમાં એન.એસ.એસ ની ૬૦ કોલેજ અને ૨૦૦૦ થી વધુ સ્વયં સેવકો આ અભિયાન માં ભાગ લેનાર છે. એન.એસ.એસ કોલેજો દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તેના માટે સોશિયલ મીડિયા તેમજ વ્યક્તિગત મળી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિયાન નો મુખ્ય હેતુ સમાજ માં પ્લાસ્ટિક થી થતા નુકશાન અંગે જાગૃતિ આવે અને અનિવાર્ય ઉપયોગ થતું પ્લાસ્ટિક એન.એસ.એસ ચલાવતી કોલેજો દ્વારા એકત્ર કરી રી-સાઇકલીંગ માટે બિસ્લેરી કંપની ને મોકલવામાં આવશે. સમગ્ર આયોજન માટે સૌપ્રથમ જીલ્લા સહ મીટીંગ કરી રૂટ પ્રમાણે સ્વચ્છતા અભિયાન ની યોજના બનાવવામાં આવી. જેમાં તમામ પ્રોગ્રામ ઓફિસરો એ મીટીંગમાં હાજર રહી અભિયાન ને સફળ બનાવવા માટે ખુબ સારી સક્રિયતા દાખવી છે. આ વખતે યુનિવર્સિટી દ્વારા પદયાત્રીઓ મેળામાં એક ગ્લાસ અને એક ડીસ લઈને જાય તેના માટે પણ આહવાન કરવામાં આવ્યું છે તો સ્વચ્છતા અભિયાનમાં પાટણ ની ૧૦ કોલેજો ના ૨૨૫ સ્વયં સેવકો,મહેસાણા ની ૧૮ કોલેજોના ૬૩૬ સ્વયંસેવકો,બનાસકાંઠા ની ૧૯ કોલેજો ના ૫૫૫ સ્વયંસેવકો, સાબરકાંઠા અને અરવલ્લી ની ૧૯ કોલેજોના ૪૪૪ સ્વયંસેવકો મળી કુલ ૬૬ કોલેજોના કુલ ૧૮૬૦ સ્વયંસેવકો જોડાશે.

સંબંધિત સમાચાર