હાલમાં અમેરિકામાં આગનું તોફાન જોવા મળી રહ્યું છે, લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ આજદિન સુધી ઓલવાઈ નથી. કેલિફોર્નિયાના ગવર્નરે કહ્યું કે ઇતિહાસની આ સૌથી મોટી આગ છે. આ આગમાં અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થયું છે. આ આગમાં 1 લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે, જ્યારે અનેક ફિલ્મ સ્ટાર્સ અને નેતાઓના ઘર પણ બળીને રાખ થઈ ગયા છે. જેમાં 16 લોકોના મોત પણ થયા છે. અનેક લોકોના ગુમ થવાની આશંકા છે. આ આગએ 56 હજાર એકરથી વધુ જમીનને લપેટમાં લીધી છે. અધિકારીઓને આશંકા છે કે જો આ આગ જલદી ઓલવાઈ નહીં તો મોટી સમસ્યા સર્જાઈ શકે છે. ગત મંગળવારથી આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે પવનને કારણે તેને કાબૂમાં લઈ શકાયો નથી. અમેરિકા યુદ્ધના ધોરણે આ આગને ઓલવવામાં લાગેલું છે, કારણ કે આ આગ ઘણા શહેરોને સંપૂર્ણપણે નષ્ટ કરી ચૂકી છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /16ના મોત, 56000 એકર જમીન પામી નાશ, કેલિફોર્નિયામાં આગ ચાલુ, આ છે તાજેતરની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
16ના મોત, 56000 એકર જમીન પામી નાશ, કેલિફોર્નિયામાં આગ ચાલુ, આ છે તાજેતરની સ્થિતિ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયઇન્ડિગોએ 24 ઓક્ટોબર સુધી સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ રદ કરી
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયરશિયામાં 6.9 ની તીવ્રતા જોરદાર ભૂકંપ આવ્યો, લોકો ડરીને ઘરની બહાર દોડ્યા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયસ્ટારલિંક સાથેની સ્પર્ધા પર રિલાયન્સનો મોટો જવાબ, કહ્યું- અમે ક્યારેય સ્પર્ધાથી ડર્યા નથી
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયલંડનમાં યુએઈના રાજવી પરિવારની એક મહિલા રસ્તાના કિનારે બેભાન અને નશામાં મળી આવી
1 દિવસ પહેલા
