રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
આંતરરાષ્ટ્રીય30 માર્ચ, 2025| Super Admin

સતત બીજા દિવસે પણ મ્યાનમારમાં આવ્યો ભૂકંપ; મ્યાનમારમાં ભૂકંપથી 150થી વધુ લોકોના મોત, 2000 થી વધુ લોકો ઘાયલ

સતત બીજા દિવસે પણ મ્યાનમારમાં આવ્યો ભૂકંપ; મ્યાનમારમાં ભૂકંપથી 150થી વધુ લોકોના મોત, 2000 થી વધુ લોકો ઘાયલ

(જી.એન.એસ) તા. 29 

 શુક્રવારે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપે આ બંને દેશોમાં ભારે વિનાશ સર્જ્યો છે. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે થાઈલેન્ડમાં 7.2ની નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ બંને દેશોમાં હજારો લોકોના જીવન પર અસર કરી છે, જેમાં મૃત્યુઆંક, ઘાયલોની સંખ્યા અને લાપતા લોકોની ગણતરી સતત વધી રહી છે.

ત્યારે શનિવારે પણ મ્યાનમારમાં નેપીડોવ નજીક 5.1ની તીવ્રતા સાથેનો બીજો ભૂકંપ નોંધાયો છે. ઘાતક આપત્તિના એક દિવસ પછી મ્યાનમારની રાજધાની નેપીડોવ નજીક નોંધાયેલ તીવ્રતા સાથેનો બીજો ભૂકંપ આવ્યો છે. મ્યાનમારમાં વિનાશક ભૂકંપમાં હજારથી વધુ લોકોના મોત થયા હતા અને અઢી હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. 

ભારતે સારા મિત્ર તરીકેનો પરિચય આપતા મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી મોકલી આપી છે. ભારતે મદદ કરવા હાથ લંબાવ્યો છે. ભારતના પડોશી દેશો મ્યાનમાર અને થાઇલેન્ડ ભૂકંપના આંચકાથી હચમચી ગયા હતા. જેને પગલે ભારતે ઓપરેશન બ્રહ્મા લોંચ કર્યું. આ તરફ, મ્યાનમારમાં કટોકટી જાહેર કરી બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે.  ‘ઓપરેશન બ્રહ્મા’ ના ભાગરૂપે 15 ટન રાહત સામગ્રીનો પહેલો જથ્થો મ્યાનમાર પહોંચાડવામાં આવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ સામગ્રીમાં ધાબળા, તાડપત્રી, સ્વચ્છતા કીટ, સ્લીપિંગ બેગ, સૌર લેમ્પ, ફૂડ પેકેટ અને રસોડાના સેટનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાનું C-130 વિમાન આ સામગ્રી લઈ ગયું છે, જેમાં સર્ચ અને બચાવ ટીમની સાથે એક તબીબી ટીમ પણ સામેલ છે. જયશંકરે ઉમેર્યું કે ભારત સ્થિતિ પર નજર રાખશે અને જરૂર પડશે તો વધુ સહાય મોકલશે.

શુક્રવારે આવેલ વિનાશકારી ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મ્યાનમાર તેમજ થાઈલેન્ડને દરેક સંભવિત મદદની ખાતરી આપી છે. ભારતીય દૂતાવાસે શુક્રવારે એક હેલ્પલાઈન નંબર (+66 618819218) જાહેર કર્યો છે, જેથી ભારતીય નાગરિકો કટોકટીની સ્થિતિમાં સંપર્ક કરી શકે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર