રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત11 જૂન, 2025| Super Admin

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી ‘જળયાત્રા’ યોજાઈ


(જી.એન.એસ) તા. 11

અમદાવાદ,

અમદાવાદ ખાતે આવનારી 27 જૂને અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે જમાલપુર મંદિરથી ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે. જોકે રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે જળયાત્રા બુધવારે (11 જૂન) યોજવામાં આવી છે. આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું હતું અને 108 કળશની પૂજા પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ગજવેશ ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા હતા. ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી. જળયાત્રા ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાં મુખ્ય યાત્રા ગણાય છે. આ જળયાત્રા હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી સાથે નીકળી હતી. આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની ગઈ છે. 

બુધવારે (11 જૂન) જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળમાં રોકાણ માટે જશે. સરસપુરમાં રણછોડરાયજી મંદિરમાં પણ ભગવાનની આગતા-સ્વાગતા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચુકી છે અને સ્થાનિકોમાં ભગવાનને આવકારવા થનગનાટ છે. વહેલી સવારે 8 વાગ્યે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ થઈ હતી. આ શોભાયાત્રામાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પૂજન કરવામાં આવ્યું હતું. 

સવારે 8:30 વાગ્યે ગંગાપૂજન વિધિ કરવામાં આવી હતી. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથની પૂજન વિધિ કરીને મહાજળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારના પણ કરવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. 



Source link

સંબંધિત સમાચાર