રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત19 ડિસેમ્બર, 2025| Super Admin

આણંદ જિલ્લાના તારાપુરના રિંઝામાં રૂ. 110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે


(G.N.S) Dt. 19

આણંદ,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર નવા પુલનું રૂપિયા 110 કરોડના ખર્ચે નિર્માણ કરવાની મંજૂરી આપી છે.

તારાપુર તાલુકાના રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી ગામોના લોકોએ સાબરમતી નદીનું વહેણ બદલાવાને કારણે ચોમાસામાં સામે કાંઠે જઈ શકાતું ન હોવાની તથા સંપર્ક વિહોણા થઈ જતા હોવાની રજૂઆત મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતનો સંવેદના પૂર્ણ પ્રતિસાદ આપતા ટુ લેન બ્રિજ સહિત પથ રેખા પર 4 કિ.મી.નો નવો રસ્તો બનાવવા જમીન સંપાદન, બાંધકામ પૂર્વે હાઈડ્રોલિક સર્વે, સોઈલ ઈન્વેસ્ટિગેશન અને આલેખન જેવી બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓ સહિતના સંભવિત ખર્ચ માટે સમગ્રતયા 110 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે.

ચોમાસા દરમિયાન નદીનું વહેણ બદલાવાથી સંપર્ક વિહોણા થઈ જતાં આ ગામોની વર્ષો જુની સમસ્યાનું નિવારણ આ પુલનું બાંધકામ પૂર્ણ થતાં આવી જશે અને વાહન વ્યવહાર તેમજ ખેત ઉદ્યોગ અને ઈઝ ઓફ લિવિંગ માટે આ પુલ આશિર્વાદ રૂપ બનશે.



Source link

સંબંધિત સમાચાર