રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય12 મે, 2025| Super Admin

અમેરિકાના મિલવૌકીમાં 1 ઇમારતમાં ભીષણ આગની ઘટના; 4ના મોત, 4 લોકો ગંભીર રીતે ઘાયલ

અમેરિકાના મિલવૌકીમાં 1 ઇમારતમાં ભીષણ આગની ઘટના; 4ના મોત, 4 લોકો ગંભીર રીતે ઘાયલ

(જી.એન.એસ) તા. 12

મિલવૌકી,

અમેરિકામાં ફરી એકવાર મોટી આગની ઘટના બની હતી જેમાં મિલવૌકીમાં એક ઇમારતમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. એક નાની જગ્યાએ લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એક પછી એક અનેક ફ્લોર આ આગની લપેટમાં આવી ગયા. રવિવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત ઘણા અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.

આ દુર્ઘટના રવિવારે સવારે 8:00 વાગ્યે ઘટી હતી. આગની લપેટમાં આવ્યા બાદ ઇમારત સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ છે. 

મિલવૌકી ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ એરોન લિપ્સકીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, ‘આ ઇમારત 85 યુનિટમાં બની હતી, પરંતુ આગને કારણે તે હવે રહેવા યોગ્ય નથી રહી. 200થી વધુ લોકોને અહીંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.’

એરોન લિપ્સકીએ જણાવ્યું કે, આગ લાગ્યા બાદ ઇમારતના ચોથા અને બીજા માળે રહેતા લોકો નીચે કૂદવા લાગ્યા. આ જોઈને સ્થાનિક લોકોએ ફાયર વિભાગને ફોન કર્યો. જોકે, અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી.

લિપ્સકીએ જણાવ્યું કે, ‘ફાયર ટ્રકની મદદથી બારી પાસે ઉભેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ ફાયર ટીમના કેટલાક લોકો બિલ્ડિંગમાં ગયા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. આ દરમિયાન ફાયર વિભાગે લગભગ 30 લોકોનું રેસ્ક્યૂ કર્યું.’

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. લિપ્સકીનું કહેવું છે કે, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને દુર્ઘટનાનું કારણ ટૂંક સમયમાં સામે આવી જશે. હાલમાં 4 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



Source link

સંબંધિત સમાચાર