રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત19 જૂન, 2025| Super Admin

અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 1 મહિલા સહિત કુલ 4 આરોપીઓને દેશી બનાવટના તમંચા સાથે ઝડપ્યા

અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 1 મહિલા સહિત કુલ 4 આરોપીઓને દેશી બનાવટના તમંચા સાથે ઝડપ્યા

(જી.એન.એસ) તા. 19

અમદાવાદ,

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા શહેર પોલીસ દ્વારા સઘન તપાસ ની કામગીરી કરતાં વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓને દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનની મહિલા મીના બૈરાગી પાસેથી આ દેશી તમંચો મળી આવ્યો છે. મહત્વનું છે કે, અમદાવાદના ધવલ કાપડિયા સાથે સોશિયલ મીડિયા પર મુલાકાત થયા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો.. જેથી મીના પોતાનું પરિવાર છોડી અમદાવાદ આવી પહોંચી હતી.

તે સમયે પોતાની સાથે હથિયાર લઈને આવી હતી. મહિલા આરોપીને લેવા ગયેલા આરોપી ધવલ કાપડિયા,અશોક બજાણીયા, અને હાર્દિક ઠાકોરની પણ દરિયાપુર પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી ધવલ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા છે. અશોક બજાણીયા અને હાર્દિક ઠાકોર પ્રોહીબિશન, લૂંટ ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવણી હતી. જેથી આરોપીઓ કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા કે કેમ અને હથિયાર રાખવા પાછળનું કારણ શું છે. તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરમાં રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેર પોલીસ દ્વારા રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓને દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયા છે. જેથી આરોપીઓ કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા કે કેમ અને હથિયાર રાખવા પાછળનું કારણ શું છે. તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.



Source link

સંબંધિત સમાચાર