રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત24 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગાડી પર લાલ-ભુરી લાઇટ, ભારત સરકાર અને અન્ય હોદ્દાની પ્લેટ મારી અધિકારી બની રોફ જમાવતો યુવક ઝડપાયો

ગાડી પર લાલ-ભુરી લાઇટ, ભારત સરકાર અને અન્ય હોદ્દાની પ્લેટ મારી અધિકારી બની રોફ જમાવતો યુવક ઝડપાયો

હાલોલ પોલીસના હાથે ઝડપાયો વધુ એક નકલી અધિકારી

(જી.એન.એસ) તા. 23

હાલોલ,

પંચમહાલના હાલોલમાં ખોટી રીતે રાજ્યસેવક જેમ બનીને ફરતો યુવક પોલીસના હાથે ઝડપાયો છે. યુવકે સમાજમાં પોતાની છાપ પાડવા માટે પોતાની કાર ઉપર લાલ-ભુરી લાઇટ રાખી ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા લખાવીને ફરતો હતો. યુવકે એક કાર પર 4 અલગ-અલગ હોદ્દાની પ્લેટ લગાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ખોટું નામ તથા ખોટો હોદ્દો ધારણ કરીને ફરતા યુવકને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

હાલોલમાં પોલીસે મૂળ શહેર તાલુકાના નાંદરવા ગામના અને હાલ હાલોલ તાલુકાના કંજરી ગામે રહેતા ધ્રુવ વાળંદ નામના યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ધ્રુવની પૂછપરછ સમયે તેણે જણાવ્યું હતું કે, ‘પોતે કોઈ રાજ્યસેવક નથી પરંતુ સમાજમાં રાજ્યસેવક છું તેવી છાપ પાડવા માટે કાર ઉપર લાલ-ભુરી લાઇટ રાખી ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા લખાવ્યું હતું.’ હાલોલ રૂરલ પોલીસે યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, એક જ કાર પર યુવકે વિવિધ ચાર હોદ્દાની પ્લેટ લગાવી છે. જેમાં પોલીસ જે કલર વાપરે છે તેવી લાલ અને ભુરા કલરની પ્લેટ પર ગૌ રક્ષક લખ્યું છે, બીજી પ્લેટમાં ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા, ત્રીજીમાં ડૉક્ટર ધ્રુવ લખ્યું છે. જ્યારે કારની આગળ લાલ પ્લેટમાં ભારત સરકાર માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ ધ્રુવ બાપુ લખ્યું છે. તો લાલ કલરના અક્ષરથી નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. ધ્રુવ લખ્યું છે, તેમાં અંગ્રેજીમાં પ્રેસિડન્ટનો સ્પેલિંગ પણ ખોટો લખ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર