રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત23 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અમદાવાદ બોપલ-ઘુમા નજીક વાહન પર જઈ રહેલા માતા, પુત્રને બોલેરો પીકઅપ ચાલકે અડફેટે લેતાં મહિલાનું મોત

અમદાવાદ બોપલ-ઘુમા નજીક વાહન પર જઈ રહેલા માતા, પુત્રને બોલેરો પીકઅપ ચાલકે અડફેટે લેતાં મહિલાનું મોત

(જી.એન.એસ) તા. 22

અમદાવાદ,

અમદાવાદમાં વધુ એક અકસ્માતમાં મોતના દુઃખદ સમાચાર આવ્યા છે જેમાં, બોપલ-ઘુમા નજીક એક મહિલા ટુ-વ્હીલર પર પોતાના પુત્રને સ્કુલેથી લઇને પરત ફરી રહી હતી, તે દરમિયાન એક બોલેરો પીકઅપ ચાલકે અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું, અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ મૃતકના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. 

આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સુમારે બોપલ ઘુમા રોડ પર એક બોલેરો પીકઅપ ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ટુ-વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધી હતી. બોલેરો પીકઅપની ટક્કર વાગતાં મહિલા 25થી 30 ફૂટ હવામાં દડાની માફક ફંગોળાતા મહિલાનું માથું ફાટી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક પલકબેન શાસ્ત્રી પોતાના પુત્રને સ્કુલેથી લઇને ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. 

આ અકસ્માત અંગે ઘટનાસ્થળે હાજર લોકોએ આક્ષેપ કર્યો હતો કે બોલેરો ચાલક નશાની હાલતમાં હતો. બોલેરો ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારી ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જયા બાદ બોલેરો ચાલક ઘટનાસ્થળે ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ મૃતક પલક શાસ્ત્રીના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર