રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય25 મે, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પશ્ચિમ રેલવે દ્વારા આગામી 30 જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે 2 વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન

પશ્ચિમ રેલવે દ્વારા આગામી 30 જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે 2 વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન

(જી.એન.એસ) તા. 25

રાજકોટ,

ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આગામી 30 જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. આ બંને ટ્રેન તેના રૂટ દરમિયાન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ સહિતના સ્ટેશનો પર ઊભી રહીને આગળ વધશે. 

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે બે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે. જેમાં આગામી જૂન મહિનાથી દર મંગળવારે સાંજના 18.55 કલાકે ગાંધીધામથી તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ તરફ જશે. આ ટ્રેન આગામી 30 જૂન સુધીમાં 10 ફેરાઓ મારશે. 

આ બાબતે રેલવે વિભાગે જણાવ્યું હતું કે, આગામી 30 મેથી દર ગુરૂવાર અને શનિવારે સાંજના 18:30 કલાકે રાજકોટથી તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ તરફ જશે. આ ટ્રેન આગામી 28 જૂન સુધીમાં કુલ 18 ફેરાઓ મારશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ સ્ટેશનો પર ઊભી રહીને આગળ વધશે.



Source link

સંબંધિત સમાચાર