રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત16 જૂન, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાડજ પોલીસે જીગર શાહ નામના વ્યક્તિની નકલી નોટો સાથે ઝડપી પડ્યો, તેને પોતાની ઓળખાણ પત્રકાર તરીકે આપી હતી

વાડજ પોલીસે જીગર શાહ નામના વ્યક્તિની નકલી નોટો સાથે ઝડપી પડ્યો, તેને પોતાની ઓળખાણ પત્રકાર તરીકે આપી હતી

(જી.એન.એસ) તા. 16

અમદાવાદ,

હાલના સમયમાં અમુક કથિત/કહેવાતા, બની બેઠેલા પત્રકારોના લીધે ઘણા બધા લોકો હેરાન પરેશાન છે તેવી ચર્ચાઓ લોક મુખે છે જેમાં અમુક ચોપાનિયા, યુટ્યૂબ ચેનલો, વેબ પોર્ટલ અને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલી બની બેઠેલા પત્રકારો સામે અનેક વિસ્તારોમાં લોકોણે બ્લેકમેઈલ કરતા અનેક તોડબાજ પત્રકારો સામે પોલીસ ચોપડે ગુનાઓ નોંધાયા છે ત્યારે ફરી એકવાર ટેવોજ એક કિસ્સો અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો જેમાં વાડજ અને નારણપુરા વિસ્તારમાં પત્રકાર બનીને ફરતા એક શખ્સને પોલીસે 500 રૂપિયાની નકલી ચલણી (FICN) નોટો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જીગર રાજેન્દ્રકુમાર શાહ નામનો વ્યક્તિ, રહે. વિજયનગર ફલેટ, નારણપુરા દ્વારા કલર પ્રિન્ટર પર 500 રૂપિયાની નકલી નોટો છાપી હતી. છેલ્લાં કેટલાંક દિવસોથી જીગર શાહ નારણપુરા અને વાડજ વિસ્તારમાં આવેલી અને ભીડ રહેતી હોય તેવી નાસ્તા-ફરસાણની દુકાનો પર 500 રૂપિયાની નકલી નોટોનો ઉપયોગ કરતો હતો. 50-60 રૂપિયાનો નાસ્તો અથવા ખરીદી કરીને જીગર નકલી નોટ દુકાનદારને પધરાવી સામે અસલી નોટો મેળવી લેતો હતો.

મહત્વનું છે કે, જીગર શાહ નારણપુરા-વાડજ વિસ્તારમાં લોકોને પોતાની ઓળખ એક ઉમદા પત્રકાર તરીકે આપતો ફરતો હતો.

લોકો સામે પત્રકાર બનીને રોફ મારીને ફરતા જીગર શાહે જય અંબે નાસ્તા સેન્ટરમાં અગાઉ પણ બે વખત નકલી નોટો પધરાવી હતી. 500 રૂપિયાની નકલી નોટ બબ્બે વખત વકરામાંથી મળી આવતા કેશ કાઉન્ટર પર માલિકે વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. જીગર શાહ પાસેથી આવેલી જુદીજુદી પાંચ સિરિઝની 25 નોટો કલર પ્રિન્ટર પર કાઢવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જીગર શાહ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હોવાનું પૂછપરછમાં સામે આવતા પોલીસે અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલ હવાલે કરી દીધો છે.

સમગ્ર ઘટના ની વાત કરીએ તો, વાડજ પોલીસ સ્ટેશનને ગત 10 જૂનની સાંજે એક કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે 500 રૂપિયાની નકલી નોટ લઈને નાસ્તો કરવા આવેલા એક શખ્સને દુકાનમાં બેસાડી રાખ્યો છે તેવો સંદેશો પ્રકાશભાઈ પટેલે આપ્યો હતો. પીએસઆઈ જી. આર. આલ, તેમનો સ્ટાફ નવા વાડજ પશુપતિનાથ મંદિર પાસે આવેલા જય અંબે નાસ્તા સેન્ટરમાં પહોંચ્યા ત્યારે એક શખ્સ જીગર શાહ ત્યાં બેઠેલો મળ્યો હતો. જીગર શાહે દુકાનદારને આપેલી 500 રૂપિયાની નોટ તપાસતા તે પ્રાથમિક રીતે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પંચો દ્વારા રૂબરૂ જીગરની પૂછપરછ કરી તલાશી લેતાં તેની પાસેથી 500 રૂપિયાના દરની અન્ય 24 નોટો મળી આવતા FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



Source link

સંબંધિત સમાચાર