રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત17 જૂન, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે મહત્વની બેઠક

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે મહત્વની બેઠક

(જી.એન.એસ) તા. 17

ગાંધીનગર,

છેલ્લા 48 કલાકથી સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી છે, ત્યારે ભાવનગર અને અમરેલી એટલે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. નદીઓ પણ ગાંડીતૂર બની છે અને તેને લઈને અનેક ગામના લોકો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારમાં તો જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે આ બેઠક યોજાઈ હતી.

રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં હવામાન વિભાગ, મહેસુલના અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, NDRF, SDRFની ટીમના વડા આ બેઠકમાં હાજર હતા, આ સિવાય કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ હાજર હતા, રાહત અને બચાવ કાર્ય સહિતની બાબતો પર આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

ગઈકાલે 17 જૂને રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 176 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય સાયલામાં 6.24 ઈંચ, મુળીમાં 5.32 ઇંચ, ઉમરાળા 4.77 ઇંચ, બોટાદ 4.66 ઇંચ, થાનગઢમાં 4.14 ઇંચ, વલ્લભીપુર 4.16 ઇંચ, ચુડામાં 3.79 ઇંચ, રાણપુરમાં 3.56 ઇંચ, ધંધુકામાં 3.75 ઇંચ, પેટલાદમાં 2.89 ઇંચ, ખંભાતમાં 2.85 ઇંચ, બોરસદમાં 2.82 ઇંચ, ધોલેરામાં 2.54 ઇંચ, સિહોરમાં 2.53 ઇંચ, જોડાયામાં 2.49 ઇંચ અને હળવદમાં 2.33 ઇંચ વરસાદ વરસ્યો હતો.



Source link

સંબંધિત સમાચાર