રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત8 જૂન, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સ્પોર્ટસ બાઇકનો શોખ હોવાથી યુવકે બાઇક ચોરી કરી અને ઝડપાઈ ગયો

સ્પોર્ટસ બાઇકનો શોખ હોવાથી યુવકે બાઇક ચોરી કરી અને ઝડપાઈ ગયો

(જી.એન.એસ) તા. 8

વડોદરા,

વડોદરામાં થી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક 29 વર્ષીય યુવક સ્પોર્ટસ બાઇકનો શોખ હોવાથી ચોર બન્યો અને પોલીસ ઝડપી પડ્યો હતો.

આ કિસ્સાની વાત કરીએ તો, વડોદરા પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે  તેમણે એક બાતમીના આધારે ઠેકરનાથ ત્રણ રસ્તા પાસેથી એક સ્પોર્ટસ બાઇક પર જતા યુવકની અટકાયત કરી પૂછપરછ કરતાં યુવકે પોતાનું નામ પ્રેમપારસ દેવેન્દ્રકુમાર પટેલ (ઉં. 29) (રહે. સાર્થક ઇરા, સરગાસણ, ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું. તે પછી પોલીસ દ્વારા તે યુવક પાસેથી સ્પોર્ટસ બાઇકની માલિકી અંગે પુછપરછ કરી હતી જેમાં તેના અયોગ્ય જવાબો આપવામાં આવતા પોલીસની ટીમ દ્વારા તેની વધુ પૂછપરછ કરતાં યુવકે કબુલ્યું કે, તેને ગાંધીનગર જવા માટે બાઇકની જરૂર હતી, સાથે જ યુવકને સ્પોર્ટસ બાઇક ફેરવવાનો શોખ હતો. જેથી તેણે 24, મે ના રોજ સુસેન સર્કલ પાસેથી આ બાઇક ચોરી કરી હતી. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં બાઇક ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું. જેથી હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા યુવકની ધરપકડ કરીને તે અંગેની માંજલપુર પોલીસ મથકમાં જાણ કરિ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.



Source link

સંબંધિત સમાચાર