રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત12 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું

બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું

(જી.એન.એસ) તા. 12

બનાસકાંઠા,

બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં નજીવી બાબતે એક પુત્ર એ પોતાની માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારિ દીધી હતી અને ત્યાર બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા ગામ ખાતે પુત્રએ પોતાની માતાની સામાન્ય બાબતમાં હત્યા કરી દીધી હતી. ગત બુધવારના રોજ 50 વર્ષીય મધુબહેન કટારિયા ઘરની આગળ વાસણ ઘસી રહ્યા હતા, તેવામાં તેમનો 26 વર્ષીય પુત્ર પરિમલ આવીને મધુબહેનને આડેધડ માથાના ભાગે પાવડાના ઘા મારવા લાગ્યો હતો. આ ઘટનામાં મધુબહેનનું મોત નીપજ્યું હતું. પોતાની જનેતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપી પુત્ર દાંતા પોલીસ સ્ટેશન ખાતે આત્મ સમર્પણ કરવા પહોંચ્યો હતો. જો કે, આરોપી વડગામ પોલીસ સ્ટેશન હદમાં આવતો હોવાથી વડગામ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જો કે, આ સમગ્ર મામલે આરોપીના પિતાએ જણાવ્યું હતું કે, ‘પરિમલનો છેલ્લા બે વર્ષથી ચીડિયો સ્વભવ થઈ ગયો હતો અને તે લોકો સાથે ઝઘડો કર્યા કરતો હતો. બનાવની દિવસે માતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર