રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત27 જુલાઈ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

એસઓજી પોલીસની ટીમે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

એસઓજી પોલીસની ટીમે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા

(જી.એન.એસ) તા. ૨૬

અમદાવાદ,

શહેરના એસ.જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓ દરોડો પાડીને ગેરકાયદે ગેસ રીફીલીંગનું મોટુ કૌભાંડ ઝડપીને કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશના ૨૪૧ જેટલા ગેસ સિલિન્ડર સહિત ગેસ રીફીલીંગ કરવા માટેના સાધનો પણ જપ્ત  કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે એસ જી હાઇવે  પર સનાથલ ટોલનાકા પાસે ખુલ્લા પ્લોટમાં બનાવેલા એક શેડમાં ગેરકાયદે ગેસ ગેસ સિલિન્ડર રીફીલીંગનું કૌભાંડ ચાલે છે. જેેના આધારે પોલીસ ઇન્સપેક્ટર એ એસ ગોહિલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પી વી દેસાઇએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં તપાસ કરતા ગેસ સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ ભરી રહેલા બે શખ્સો મળી આવ્યા હતા.  જેમાં ભારત ગેસ અને ઇન્ડેનના કોમર્શીયલ અને ડોમેસ્ટીક કુલ ૨૪૧ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.

ઘટનાસ્થળ પર રહેલા રાજેશ પરમાર (રહે. સંત રોહીદાસની ચાલી, બહેરામપુરા) અને હરજી પરમાર (રહે. રાજીવનગર-૨, નારોલ) નામના વ્યક્તિની પુછપરછમા ંજાણવા મળ્યું હતું કે ગેસ એજન્સીઓમાં કામ કરતા લોકો પાસેથી ગેસ સિલિન્ડર લાવીને  તેનું સીલ તોડીને તેમાંથી બે થી ત્રણ કિલો ગેસ કાઢીને અન્ય ગેસ સિલિન્ડરમાં ભર્યા બાદ સીલને ફરીથી લગાવીને પરત કરતા હતા. આ ઉપરાંત, હોટલો અને અન્ય સ્થળો પણ ગેરકાયદે સપ્લાય કરતા હતા. આ અંગે એસજીઓએ વધુ તપાસ શરૂ કરી છે.



Source link

સંબંધિત સમાચાર