રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સયાજી હોસ્પિ.ના વર્ગ 4ના કર્મીઓની હડતાળ ઉપર ઉતર્યા

સયાજી હોસ્પિ.ના વર્ગ 4ના કર્મીઓની હડતાળ ઉપર ઉતર્યા
600 લોકોના RMO ઓફિસે ધરણા, બે દિવસમાં પગાર થવાનું આશ્વાસન મળતા કામે લાગ્યાં; આંદોલનની ચિમકી ઉચ્ચારી વડોદરાની સયાજી હોસ્પિટલમાં વર્ગ ચારના સફાઈ કર્મચારીઓનો પગાર ન થતા આજે (15 મે, 2025) આરએમઓ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ શરૂ કર્યો હતો. વર્ગ ચારના 600 જેટલા કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓનો પગાર ખાનગી એજન્સી દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે ભારે સૂત્રોચાર સાથે વિરોધ કરી આરએમઓ ખાતે રજૂઆત કરી હતી.વડોદરાની સયાજી હોસ્પિટલમાં રજત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સી દ્વારા હંગામી ધોરણે વર્ગ ચારના સફાઈ કરણીઓને લેવામાં આવ્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં 600 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને તેઓનો પગાર વારંવાર લેટ થતા આજે આરએમઓ ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે આરએમઓ દ્વારા બે દિવસમાં પગાર આપવાનું આશ્વાસન આપવામાં આવતા તમામ કર્મચારીઓએ હડતાળ ચમેટી લીધી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર