રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત23 ઑગસ્ટ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે, ઇડરના ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ભરાયા


(GNS)23,

સાબરકાંઠા,

(જીતુ ઉપાધ્યાય)

છેલ્લા 4 દિવસથી સમગ્ર રાજ્ય પર જાણે મેઘરાજા વધુ મહેરબાન થઇ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ઇડરના ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ભરાયા, સ્થાનિકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું, સાબરકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે, માથાસુર ગામે મકાનોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોની ઘરવખરી પલળીને ખાખ થઈ ગઈ છે, 50 કરતા વધુ મકાનોમાં પાણી ભરાતા નુકસાન થયું છે, મુખ્યમાર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, ગઇકાલે વડાલીમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.

ઈડરના માથાસુર ગામના મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે, મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, વરસાદી પાણીના નિકાલને લઈ સ્થાનિકોએ સ્વખર્ચે કામગીરી કરી છે, રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે, સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મામાં ખાબક્યો છે આઠથી નવ ઇંચ જેટલો વરસાદ તો માથાસુર ગામમાં 50 કરતા વધુ રહેણાંક મકાનોમાં પાણી ભરાતા નુકસાન થયું છે, સ્થાનિક તંત્રમાં રજૂઆત છતાં પાણીના નિકાલની નથી કરાઈ રહી વ્યવસ્થા.



Source link

સંબંધિત સમાચાર