રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત18 ઑગસ્ટ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શહેરોને જોડતા – શહેરોમાંથી પસાર થતાં માર્ગ મકાન વિભાગ હસ્તકના ૯૧ માર્ગો વિકાસ પથ અંતર્ગત અદ્યતન સુવિધાસભર કરવા ૮૨૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫માં મહત્વપૂર્ણ નિર્ણય

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરોને જોડતા,  શહેરોમાંથી પસાર થતાં રસ્તાઓને વિકાસ પથ અન્વયે અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે ૮૨૨ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.

શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત વિકાસ પથ યોજનામાં આવા ૨૩૩ કિલોમીટર લંબાઇના ૯૧ માર્ગોને જરૂરિયાત અનુસાર કામગીરી કરીને અદ્યતન બનાવવામાં આવશે.

રાજ્યમાં શહેરોને જોડતા – શહેરોમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના હોય તેવા માર્ગોનો આ વિકાસ પથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તદઅનુસાર, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વિકાસપથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોની જરૂરિયાત અનુસાર રસ્તાને પહોળા કરવા, ઈલેક્ટ્રિક પોલ, અદ્યતન રોડ ફર્નિચર, ફૂટપાથ, સ્ટ્રોમવોટર ડ્રેઈન, સ્ટ્રીટ લાઈટ, સી.સી. રોડ, રેલીંગ, જંકશન ડેવલોપમેન્ટ, બસ-બે, મીડિયન બ્યુટીફીકેશન તથા રોડ સેફટી સાથે મજબૂતીકરણ કરીને કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ ૮૨૨ કોરોડની માતબર રકમમાંથી વિકાસપથ અન્વયે શહેરના રસ્તાઓ સુદ્રઢ, સુંદર, મજબૂત અને સુવિધાયુકત થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થશે અને શહેરી જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એટલું જ નહિ, વાહન વ્યવહારમાં સુરક્ષા વઘશે, ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને મુસાફરીનો સમય ઘટતાં ઇંઘણની પણ બચત થશે.  અવાજ અને હવાનું પ્રદૂષણ ઘટતા પર્યાવરણ પર સકારાત્મક અસર થશે, સ્વચ્છ અને વ્યવસ્થિત રસ્તાઓથી જાહેર પરિવહનની સેવાઓ પણ વધુ અસરકારક બનશે.



Source link

સંબંધિત સમાચાર