રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત26 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સુપોષિત ભારત’ ના વિઝનને વેગ આપવા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની જોગવાઈ


(જી.એન.એસ) તા. ૨૬

ગાંધીનગર,

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ બાબતે વિગતે માહિતી આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ

આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, RO મશીન, LED ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ

આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫% થી વધારીને ૩% અને ૪.૫% (પાયલોટ પ્રોજેક્ટ તરીકે નર્મદા, દાહોદ અને ડાંગમાં) કરવા માટે રૂ. ૩૮.૬૪ કરોડની જોગવાઈ

ઓછા વજન ધરાવતા બાળકોના સુધારા માટે હેલ્થ ચેકઅપ અને હોમ વિઝિટ માટેના પોષણ સંગમ કાર્યક્રમો માટે રૂ.૧૬ કરોડ

આંગણવાડીઓ અને પોષણ સ્તરનું સઘન મોનિટરિંગ કરવા માટે પોષણ પ્રગતિ અને નિરીક્ષણ કેન્દ્રની બનાવાશે

આંગણવાડીના બાળકોની હાજરી અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ માટે AI બેઝ્ડ અટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે

રાશનની ચોરી અટકે અને ડિજિટલ ટ્રેકિંગ થઈ શકે તે માટે પૂરક પોષણ યોજના-THRના પેકેજિંગ પર QR કોડ લગાવાશે

કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને પંચાયતી રાજ તેમજ બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી બાલિકા પંચાયત યોજના માટે રૂ. ૧.૦૩ કરોડની ફાળવણી

તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરતી બાલિકા પંચાયતોને સન્માનિત કરાશે

આ પરિષદમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સચિવ શ્રી રાકેશ શંકર સહિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત સમાચાર