ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 13મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને જીતની હેટ્રિક નોંધાવી. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાને શાનદાર વિજય નોંધાવ્યો. યશસ્વી જયસ્વાલની શાનદાર અડધી સદી અને પછી ઘાતક બોલિંગના કારણે, રાજસ્થાને મુંબઈને 27 રનથી હરાવ્યું હતું.
વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો, જેના કારણે મેચ 11-11 ઓવરની કરવી પડી હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક અડધી સદીના આધારે 150/3 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે ૩૨ બોલમાં અણનમ 77 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
રાજસ્થાન રોયલ્સના સ્કોરના જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. મુંબઈએ માત્ર 46 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ શેરફેન રૂધરફોર્ડ અને નમન ધીરે ઈનિંગ્સને સ્થિર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ રાજસ્થાનના બોલરોએ મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવીને મુંબઈને પાછળ ધકેલી દીધું. મુંબઈના સાત બેટ્સમેન નવ ઓવરમાં 103 રનમાં આઉટ થઈ ગયા. આગામી બે ઓવરમાં આઉટ થવાનો સિલસિલો ચાલુ રહ્યો કારણ કે મુંબઈ 11 ઓવરના અંત સુધીમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 123 રન જ બનાવી શક્યું. નોંધનીય છે કે રાજસ્થાન રોયલ્સે તેમની બીજી મેચમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે અમદાવાદમાં રમાયેલી હાઇ-સ્કોરિંગ મેચમાં ગુજરાત ટાઇટન્સને માત્ર છ રનથી હરાવ્યું હતું.
બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ તેઓ તેમની બીજી મેચમાં તે જીતની લય જાળવી શક્યા નહીં. તેઓ તેમની પાછલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી હારી ગયા હતા. આ તેમનો સતત બીજો પરાજય છે. મુંબઈ આગામી 12 એપ્રિલે ઘરઆંગણે ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબી સામે રમશે.
RR vs MI: રાજસ્થાને જીતની હેટ્રિક નોંધાવી, મુંબઈને 27 રને હરાવ્યું

સંબંધિત સમાચાર
રમતગમતવૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, ચાર બોલમાં 18 રન ફટકાર્યા
1 દિવસ પહેલા
રમતગમતCWG 2026 ના ઉદ્ઘાટન સમારોહ પહેલા ભારતનો પહેલો મેડલ કન્ફર્મ
1 દિવસ પહેલા
રમતગમતવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તારીખ જાહેર, આ વખતે ટાઇટલ મેચ ક્યાં રમાશે?
1 દિવસ પહેલા
રમતગમતટીમ ઈન્ડિયા પાસે ફરીથી નંબર વન બનવાની તક, ICC T20 રેન્કિંગમાં ફરીથી ચમકશે
1 દિવસ પહેલા
