રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત9 જુલાઈ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ જાતીય શોષણના આરોપ બદલ ફરિયાદ દાખલ

RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ જાતીય શોષણના આરોપ બદલ ફરિયાદ દાખલ

(જી.એન.એસ) તા. 8

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ ગાઝિયાબાદની એક યુવતીએ યશ દયાલ પર માનસિક અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે યશ દયાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ RCB ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ, યશ દયાલે લગ્નની લાલચ આપીને યુવતીનું આર્થિક, માનસિક અને જાતીય શોષણ કર્યું હતું. જેને લઈને યશ દયાલ વિરુદ્ધ BNSની કલમ 69 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

એક યુવતીએ RCBના સ્ટાર ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જાતીય અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર મામલે સીએમ યોગીના કાર્યાલયમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી. યશ દયાલને આ મામલે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, હવે તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, તે છેલ્લા 5 વર્ષથી યશ દયાલ સાથે સંબંધમાં હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, યશ દયાલ તેને જાતીય અને માનસિક રીતે હેરાન કરતો હતો. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, યશ દયાલ તેના સિવાય બીજી ઘણી છોકરીઓ સાથે સંબંધમાં હતો. 

આ મામલે પીડિતાએ પોલીસને યશ દયાલ સાથેના તેના સંબંધોના વોટ્સએપ ચેટ સ્ક્રીનશોટ, વીડિયો કોલ અને ફોટાના પુરાવા આપ્યા હતા. પીડિતાએ કડક કાર્યવાહીની માગ કરી છે. આ દરમિયાન, યશ દયાલના પિતાનું કહેવું છે કે, તે યુવતીને ઓળખતો નથી. આ યુવતીએ આ આરોપો કેમ લગાવ્યા છે તે સમજની બહાર છે. જ્યારે યશ દયાલે યુવતીના તમામ આરોપોને ખોટા ગણાવ્યા.



Source link

સંબંધિત સમાચાર