રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત29 ઑગસ્ટ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસ્યો વરસાદ; દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ

છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસ્યો વરસાદ; દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ

(જી.એન.એસ) તા.29

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મેઘાની રમઝટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 148 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે રાત્રે 10 વાગ્યા સુધી દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. 

હવામાન વિભાગ મુજબ, આજે (શનિવાર 30 ઓગસ્ટ)ના રોજ 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આગામી 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 7.48 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં 5.59 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ અરવલ્લીના મેઘરજમાં 4.45 વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરના દહેગામમાં 3.82 ઈંચ વરસાદ ખાબક્યો છે.

3 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

જ્યારે 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે. ડોલવણ બાદ પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, અને સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, ખેડાના નડિયાદ અને આણંદના ઉમરેઠમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોને રાહત મળી છે.સુરતના માંડવીમાં 2.87 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.48 ઇંચ, આણંદમાં 2.28 ઇંચ,સુરતના બારડોલીમાં 2.28 ઇંચ, સુરત મહુવામાં 2 ઇંચ, નવસારીના ચીખલીમાં 1.85 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 1.77 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 42થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.જેના પગલે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.



Source link

સંબંધિત સમાચાર