રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત22 ઑગસ્ટ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

એક બાજુ વરસાદ અને બીજી બાજુ પાણી અને મચ્છરજન્ય બીમારીથી 4ના મોત; સરકારી તંત્ર થયું વધુ એલર્ટ  


(GNS) 22,

સુરત,

લિંબાયતમાં ઝાડા-ઉલ્ટી થયા બાદ વૃદ્ધાની તબિયત બગડતા મોત નિરજ્યું

ચોમાસાની ઋતુ વચ્ચે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો પ્રતિદિન વકરી રહ્યો છે. આ દરમિયાન તાવ આવ્યા બાદ રાંદેરમાં બાળકી, સચીનમાં ધોરણ 12ના વિધાથી અને કાપોદ્રમાં યુવાન તથા લિંબાયતમાં ઝાડા-ઉલ્ટી થયા બાદ વૃદ્ધાની તબિયત બગડતા મોત નિરજ્યું હતું.

સુરત સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, રાંદેરના પાલનપુર પાટિયા રોડ પર રામનગર ખાતે રહેતા કરસન સોલંકીની સાત વર્ષીય પુત્રી ક્રિષ્નાને બે દિવસથી તાવ કણસતી હતી. ત્યારે ગુરુવારે (20મી ઓગસ્ટ) સવારે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. બીજા બનાવમાં સચીનમાં પારડી કણદે ખાતે શિવનગર સોસાયટીમાં રહેતા 16 વર્ષીય અક્ષ બ્રહ્મભટ્ટને તાવ સહિતની તકલીફ શરૂ થઈ હતી. જેથી મેડીકલ સ્ટોરમાંથી તેની દવા લાવ્યા હતા. જોકે આજે સવારે તેને સારુ નહીં લાગતા ઘરમાં સુઈ ગયો હતો. તે બપોરે તેની માતાએ તેને જગાડ્યો હતો, પરંતુ તે ઉઠ્યો નહતો, તરત તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જાકે, ત્યા ડૉક્ટરોએ તને મૃત જાહેર કર્યો હતો. અક્ષ સચીની શાળામાં ધોરણ 12માં કૉર્મસમાં અભ્યાસ કરતો હતો.



Source link

સંબંધિત સમાચાર