રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય31 મે, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

NEET 2025ની પરીક્ષાનું આયોજન દેશભરમાં નક્કી કરેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં યોજા

NEET 2025ની પરીક્ષાનું આયોજન દેશભરમાં નક્કી કરેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં યોજા

(જી.એન.એસ) તા. 30

નવી દિલ્હી,

દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ બોર્ડ ઑફ એગ્ઝામિનેશનને નિર્દેશ કર્યો કે, તે NEET PG 2025ની પરીક્ષાનું આયોજન બે શિફ્ટમાં ન કરવું પરંતુ, એક શિફ્ટમાં જ ગોઠવો. કોર્ટે NBE (National Board of Examinations in Medical Sciences)ને નિર્દેશ આપ્યો કે, પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષાને એક જ શિફ્ટમાં આયોજિત કરવાની વ્યવસ્થા કરો. 15 જૂને યોજાનારી પરીક્ષા માટે આવશ્યક વ્યવસ્થા કરવા અને કેન્દ્રોની ઓળખ કરવા માટે હજુ પણ પૂરતો સમય છે.

NEET 2025ની પરીક્ષાનું આયોજન દેશભરમાં નક્કી કરેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં યોજાશે. બે શિફ્ટમાં પરીક્ષાના આયોજનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન શુક્રવારે (30 મે) સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું એક જ શિફ્ટમાં આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાનું આયોજન 15 જૂનથી સીબીટી મોડમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલા પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 

કોર્ટના નિર્ણય પર પ્રતિવાદી તરફથી બીજી દલીલ એ હતી કે જો પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા વધુ કેન્દ્રોની ઓળખ કરવા માટે એક સંદર્ભ આપે છે, પરંતુ તેને વધુ સમયની જરૂર પડી શકે છે. જેના પરિણામ સ્વરૂપ પરીક્ષા આયોજિત કરવામાં મોડું થઈ શકે છે અને તમામ પરિણામી કાઉન્સેલિંગ અને પ્રવેશ વગેરેમાં મોડું થઈ શકે છે, જે આ કોર્ટ દ્વારા નિર્ધારિત સમય મર્યાદા મુજબ નહીં હોય. જોકે, કોર્ટે આ તર્કનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું કે, પરીક્ષા પૂરી થયા બાદ બીજા રાહત દાવાને લગતા મુદ્દા પર વિચારણા કરવામાં આવશે. 

મહત્વનું છે કે, નીટ પીજી પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો માટે પરીક્ષાની સિટી સ્લિપ 2 જૂને રજૂ કરવામાં આવશે. આ સ્લિપ સત્તાવાર વેબસાઇટ પર જાહેર નહીં થાય. ઉમેદવારના સત્તાવાર ઈમેલ આઈડી પર આ સ્લિપ મોકલવામાં આવીશે, જેને ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. 



Source link

સંબંધિત સમાચાર